વિદ્યાર્થીઓ ધ્યાન આપો!: CBSEએ બદલ્યો નિયમ, ત્રીજી ભાષાનું એસેસમેન્ટ પાસ કરવું પડશે નહીં તો અટકશે આ સર્ટિફિકેટ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા વિદ્યાર્થીઓ માટે ભાષા શિક્ષણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંતર્ગત હવે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા (થર્ડ લેંગ્વેજ)નું સ્કૂલ આધારિત ઇન્ટરનલ એસેસમેન્ટ પાસ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્ર 2027-28થી આ નિયમ લાગુ થશે. આ નિયમ હેઠળ ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં સફળ થવું જરૂરી રહેશે.
બોર્ડ પરીક્ષા નહીં, પરંતુ એસેસમેન્ટમાં પાસ થવું ફરજિયાત
CBSEના નવા નિયમ મુજબ ત્રીજી ભાષાની અલગથી કોઈ લેખિત બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. તેનું મૂલ્યાંકન સંપૂર્ણપણે શાળાના સ્તરે કરવામાં આવશે. જોકે, આ એસેસમેન્ટમાં પાસ થવું જરૂરી રહેશે. જો કોઈ વિદ્યાર્થી ત્રીજી ભાષાના ઇન્ટરનલ એસેસમેન્ટમાં નિષ્ફળ જાય તો અંતિમ બોર્ડ પરિણામ જાહેર થાય તે પહેલાં શાળાએ તેનું ફરીથી મૂલ્યાંકન કરવાનું રહેશે. જોકે, ફરીથી લેવાયેલા એસેસમેન્ટમાં પણ વિદ્યાર્થી નિષ્ફળ જાય તો તેની સ્થિતિ અંગે CBSE દ્વારા હજુ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી.
ધોરણ 9ના વિદ્યાર્થીઓને મળશે વધારાની તક
નવા નિયમમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને થોડી રાહત આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9માં ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં પાસ ન થઈ શકે તો તેને ધોરણ 10માં પ્રમોટ કરવામાં આવશે. પરંતુ ધોરણ 10 દરમિયાન તેને ધોરણ 9ના બાકી રહેલા એસેસમેન્ટને પૂર્ણ કરવું પડશે. ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મેળવતા પહેલાં આ બેકલોગ પૂર્ણ કરવો જરૂરી રહેશે.
2026-27થી લાગુ થશે થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલા
CBSE દ્વારા અગાઉ જાહેર કરાયેલા નિયમ મુજબ શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ 6થી થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ નિયમ હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાનો અભ્યાસ કરવો પડશે, જેમાં ઓછામાં ઓછી બે ભાષા ભારતીય ભાષાઓ હોવી જરૂરી રહેશે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી અંગ્રેજી સાથે કોઈ વિદેશી ભાષાની પસંદગી કરી છે તેઓ તેને ચાલુ રાખી શકશે, પરંતુ સાથે એક ભારતીય ભાષાનો અભ્યાસ પણ કરવો પડશે.
નવા નિયમ સામે કોર્ટમાં પડકાર, સરકારનું વલણ સ્પષ્ટ
CBSEના આ નિર્ણયને લઈને કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. અરજદારો દ્વારા ત્રીજી ભાષા ફરજિયાત કરવાની સમયમર્યાદા આગળ ધપાવવાની માંગ કરવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકારે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે શિક્ષણ સંવિધાનની સમવર્તી યાદીમાં આવે છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને NEP 2020 લાગુ કરવાનો અધિકાર છે.
સરકારનું કહેવું છે કે ત્રણ ભાષાના અભ્યાસથી વિદ્યાર્થીઓમાં બહુભાષીય ક્ષમતા વિકસશે, ભારતીય ભાષાઓનું સંરક્ષણ થશે અને દેશની સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન મળશે. CBSEના આ નવા નિયમથી હવે શાળા આધારિત મૂલ્યાંકનની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે અને વિદ્યાર્થીઓએ માત્ર બોર્ડ પરીક્ષા જ નહીં પરંતુ આંતરિક મૂલ્યાંકન પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે.
Tags
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...