International: 'ભારતને અગાઉથી જાણ કરી હતી', શેખ હસીનાના સંબોધન પર ભડક્યું બાંગ્લાદેશ; કહ્યું- ઈતિહાસ બદલવાનો પ્રયાસ
નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન બાદ બાંગ્લાદેશની તારિક રહમાન સરકાર અત્યંત ગુસ્સે થઈ છે. બાંગ્લાદેશ સરકારે આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આનાથી દેશના લોકોની લાગણીઓ દુભાઈ છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે, આ ઘટનાથી ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના પ્રયાસો પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ દેશ છોડ્યા બાદ શેખ હસીનાએ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. નવી દિલ્હી સ્થિત ફોરેન કરસ્પોન્ડન્ટ્સ ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હસીના વર્ચ્યુઅલી જોડાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ ગમે તે ભોગે ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પરત ફરશે અને તેઓ ખોટા કેસો કે મૃત્યુદંડથી ડરતા નથી.
સાર્વભૌમત્વનું અપમાન ગણાવ્યું
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, શેખ હસીનાને નવી દિલ્હીથી લાઈવ વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી તે અંગે તેઓ અત્યંત નારાજ છે. જુલાઈ ક્રાંતિની વર્ષગાંઠના દિવસે જ ભારતીય ભૂમિ પરથી શેખ હસીનાનું આ નિવેદન બાંગ્લાદેશના સાર્વભૌમત્વ અને જુલાઈ ક્રાંતિના શહીદોનું ઘોર અપમાન છે.
બાંગ્લાદેશ સરકારે દાવો કર્યો હતો કે તેમણે ભારત સરકારને આ કાર્યક્રમ અંગે અગાઉથી ચેતવણી આપી હતી કે તેનાથી દ્વિપક્ષીય સંબંધો પર ખરાબ અસર પડશે, છતાં આ સાર્વજનિક કાર્યક્રમ યોજવા દેવાયો.
ભારત સરકારે સ્પષ્ટતા કરી
આ મુદ્દે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ આયોજનમાં તેમની કોઈ જ ભૂમિકા નહોતી. ભારતે જણાવ્યું કે આ કાર્યક્રમ 'ફોરેન કરસ્પોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા' નામની એક ખાનગી સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો અને સરકાર કાર્યક્રમમાં રજૂ કરાયેલા કોઈ પણ વિચારોનું સમર્થન કરતી નથી.
ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ
બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે શેખ હસીના પર ૨૦૨૪ના છાત્ર વિદ્રોહના નેરેટિવને બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. નિવેદનમાં જણાવાયું હતું કે બાંગ્લાદેશ હવે "ફાસીવાદના કાળા દિવસો" માં ક્યારેય પાછું નહીં ફરે અને દેશ ક્યારેય કોઈની કઠપૂતળી બનીને નહીં રહે.
સાથે જ બાંગ્લાદેશે ૨૦૧૩ની પ્રત્યાર્પણ સંધિનો હવાલો આપીને શેખ હસીનાને બાંગ્લાદેશ સોંપવાની તેમની માગણી પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે હસીનાને મીડિયા સમક્ષ વાત કરવાની તક આપવી એ બંને દેશો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો માટે હાનિકારક છે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...