Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

ભાવનગરમાં એમ્બરગ્રીસ રેકેટનો પર્દાફાશ: 9.40 કરોડના મુદ્દામાલ સાથે કુલ 8 આરોપીઓ ઝડપાયા

ભાવનગર જિલ્લામાં વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે અત્યંત કીમતી ગણાતા 'એમ્બરગ્રીસ' ના ગેરકાયદે વેચાણના મોટા નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલ અને વન વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અગાઉ પકડાયેલા 4.30 કરોડના મુદ્દામાલ બાદ સઘન તપાસમાં વધુ 5.10 કરોડનું એમ્બરગ્રીસ મળી આવતા આ કેસમાં કુલ 9.40 કરોડના જથ્થા સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલનો બુધેલ ગામે દરોડો 

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમ ભાવનગર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર તાલુકાના બુધેલ ગામની સ્કાય બ્લુ સોસાયટી પાસે આવેલા પડતર ખાર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી એમ્બરગ્રીસનું વેચાણ કરવાની ફિરાકમાં રહેલા 4 શખ્સોને 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત આશરે 4.30 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રાથમિક કાર્યવાહી બાદ SMC દ્વારા આ મુદ્દામાલ અને આરોપીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

વન વિભાગની તપાસમાં વધુ 5.10 કરોડનો જથ્થો મળ્યો 

વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પકડાયેલા ચાર આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન આ નેટવર્કમાં અન્ય શખ્સો પણ સામેલ હોવાના ચોંકાવનારા ખુલાસા થયા હતા. વન વિભાગની ટીમે મૂળ સુધી પહોંચીને વધુ 5.10 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો શોધી કાઢ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓની પણ અટકાયત કરી લીધી હતી.

પકડાયેલા 8 આરોપીઓની યાદી 

આ સમગ્ર ઓપરેશનમાં કુલ 8 આરોપીઓ ઝડપાયા છે. જેમાં ઇમરાન રહીમભાઈ પરમાર, સાજીદખાન અયુબખાન પઠાણ, ફેજાન તાલીબભાઈ મધરા, શબિરશા ફારુકશા સૈયદ, અભિષેક ઉપેન્દ્રભાઈ રાઠોડ, ભરત કાનાભાઈ વારીયા, રાહુલ પાંચાભાઈ સોલંકી અને વિશાલ સુરેશભાઈ ડાભીનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો ભાવનગર અને આસપાસના વિસ્તારોના રહેવાસી છે.

વન વિભાગ દ્વારા તમામ 8 આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તમામના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ વન વિભાગની ભાવનગર રેન્જ દ્વારા આ કરોડો રૂપિયાના એમ્બરગ્રીસ નેટવર્કના મુખ્ય સૂત્રધારો કોણ છે, આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોને વેચવાનો હતો, તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...