Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

અમદાવાદની 149મી રથયાત્રા પર ત્રીજી આંખનો પહેરો:: AI, CCTV અને ડ્રોનથી લાખો ભક્તોની સુરક્ષા કરશે પોલીસ

અમદાવાદમાં આગામી 16 જુલાઈએ યોજાનાર ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ જણાવ્યું છે કે રથયાત્રાની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂલ ફ્લેજ રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. રથયાત્રાના દિવસની શરૂઆતથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી રથ પરત ન ફરે ત્યાં સુધી પોલીસ ફોર્સ તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ, એસઆરપી, પેરામિલિટરી ફોર્સ અને હોમગાર્ડ મળીને કુલ 31000 જેટલા જવાનો તહેનાત રહેશે. વધતી જતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર 3,300થી વધુ સરકારી અને પબ્લિક સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે, જેનું મોનિટરિંગ કરવા માટે વધારાના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે, જે ક્રાઉડ કંટ્રોલ કરવામાં અને ભીડનું ચોક્કસ અનુમાન લગાવવામાં મદદરૂપ થશે. ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા અસામાજિક તત્વો અને પીક પોકેટર્સ પર બાજ નજર રાખવામાં આવશે. આ સાથે જ 65 ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાઓ દ્વારા સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ પણ તૈનાત રહેશે. રથયાત્રામાં કોઈ અવરોધ ન આવે તે માટે 11 સ્થળોએ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. રથયાત્રાની 20 ટ્રકો માટે ખાસ મેન્ટેનન્સ વ્હીકલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મિકેનિક્સની ટીમ પણ હાજર રહેશે, જેથી કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો તાત્કાલિક રિપેરિંગ થઈ શકે.

આ ઉપરાંત, ભીડને ડાયવર્ટ કરવા અને ઈમરજન્સી સમયે લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પોલીસ દ્વારા સતત બ્રીફિંગ કરવામાં આવી રહ્યા છે. રથયાત્રાના રૂટ પર આવતા લોકોની સુવિધા માટે માર્ગદર્શક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. મંદિર પ્રશાસન સાથે સંકલન કરીને આ વખતે પશુઓની સુરક્ષા અને વેટેનરી તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમોને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ભૂતકાળમાં બનેલી અનિચ્છનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો તરફથી પોલીસને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસ કમિશનરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વહીવટીતંત્રની ચુસ્ત તૈયારીઓ અને લોક સહયોગથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ભવ્ય અને સુરક્ષિત રીતે પૂર્ણ થશે.

AI, CCTV અને ડ્રોનથી લાખો ભક્તોની સુરક્ષા કરશે પોલીસ
AI, CCTV અને ડ્રોનથી લાખો ભક્તોની સુરક્ષા કરશે પોલીસ

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...