Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

અમદાવાદ: "અહીં કેક નહીં કપાઈ" કહીને ત્રણ શખ્સો તૂટી પડ્યા! ન્યુ રાણીપમાં મિત્રનો બર્થડે ઉજવવા ગયેલા દેવ બહાદુર પર ચપ્પુના ઘા ઝીંકાયા

અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં ગઈકાલે સાંજે મિત્રના જન્મદિવસે કેક કાપવા જેવી અત્યંત નજીવી બાબતે ઉશ્કેરાઈને ત્રણ સ્થાનિક શખ્સોએ એક 17 વર્ષીય સગીર પર ચપ્પુ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સગીરને હાલ સોલા સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 

પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો અનુસાર, રાણીપની દરબારગઢની ચાલીમાં રહેતો 17 વર્ષીય સગીર દેવ બહાદુર ૧૨ જુલાઈના રોજ સાંજના સમયે તેના મિત્ર અનિલ રાવલના જન્મદિવસે કેક કાપવા માટે અન્ય ચાર મિત્રો સાથે ન્યુ રાણીપ ઉમીયા તળાવ પાસે ગયો હતો. રાત્રિના સમયે તેઓ જ્યારે કેક કાપી રહ્યા હતા, ત્યારે ત્યાં રહેતા યશ, આકાશ અને અંકિત નામના ત્રણ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે "અહીં કેક નહીં કાપવાની" તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. દેવે ઝઘડો ન કરવા વિનંતી કરી હોવા છતાં ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સગીરને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

 

હુમલાથી બચવા માટે દેવ અને તેના મિત્રો ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ તેમનો પીછો ચાલુ રાખ્યો હતો. આનંદ ટેનામેન્ટ પાસે પહોંચતા જ ત્રણેય આરોપીઓએ સગીર દેવને ઘેરી લીધો હતો. આ દરમિયાન આકાશ વાઘેલા નામના શખ્સે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે દેવની પીઠ પર અને ડાબી આંખની ઉપરના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જ્યારે અંકિત નામના શખ્સે લાકડી વડે તેને આડેધડ ફટકાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સગીરે પોતાના પિતા જય બહાદુરને ફોન કરતાં પરિવારજનો અને પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ધમાલમાં સગીરનો મોબાઈલ પણ ખોવાઈ ગયો હતો.

 

આ મામલે સગીરના પિતાની ફરિયાદના આધારે સાબરમતી પોલીસે હુમલાખોરો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, "ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ફેંકી દીધેલા હથિયારો કબજે કરવા અને અન્ય ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી સઘન રીતે ચાલુ છે."

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...