રાજકોટ: ગેરકાયદે હથિયારો વેચતી "વેપન કાર્ટેલ" ના 5 સાગરીતો ઝડપાયા, 16 દેશી હથિયારો અને 30 કારતૂસ જપ્ત
રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુનેગારો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) ટીમને એક ખૂબ જ મોટી અને મહત્વની સફળતા મળી છે. રાજકોટ શહેર પી.સી.બી.ની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને વેચાણ સાથે સંકળાયેલી એક આંતરરાજ્ય "વેપન કાર્ટેલ" (હથિયાર રેકેટ) નો પર્દાફાશ કર્યો છે.
પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૫ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટના 16 હથિયારો તેમજ 30 નંગ જીવતા કારતૂસ (કાર્ટીસ) જપ્ત કર્યા છે. રાજકોટ પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન સ્ટાફના માણસોને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો શહેરમાં ઘુસાડી તેનું વેચાણ કરવાની પેરવીમાં છે. આ મજબૂત બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે તુરંત વોચ ગોઠવીને શંકાસ્પદ ઇસમોને કોર્ડન કરી લીધા હતા.
તેમની કડકાઈથી પૂછપરછ અને તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો આ મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ આરોપીઓ એક સંગઠિત નેટવર્ક એટલે કે "વેપન કાર્ટેલ" બનાવીને કામ કરતા હતા. આ હથિયારો તેઓ કયા રાજ્યમાંથી અથવા કયા સપ્લાયર પાસેથી ખરીદીને લાવ્યા હતા અને રાજકોટ કે સૌરાષ્ટ્રના કયા ગુનેગારોને આ હથિયારો સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ નેટવર્ક સાથે અન્ય કેટલા સ્થાનિક સાગરીતો જોડાયેલા છે તે અંગે પણ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.
રાજકોટ શહેર પી.સી.બી. દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી હથિયારોની હેરાફેરી કરનારા ગેંગસ્ટરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અર્થે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...