Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

પ્રેમ, દગો અને દર્દનાક હત્યા:: રિક્ષાચાલકના પ્રેમમાં પાગલ પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી લાશના ટુકડા કર્યા

મંગેતર કેતનને લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારનારી સિયાના લવ, દગા અને મર્ડરના કાવતરાની સહી હજુ સુકાઈ નથી, ત્યાં જ નવી મુંબઈમાંથી ક્રૂરતાની તમામ હદો પાર કરતી વધુ એક સનસનાટીભરી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. નવી મુંબઈના એરોલી વિસ્તારમાં એક પરિણીત મહિલા ઓટો રિક્ષા ચાલકના પ્રેમમાં એટલી આંધળી બની ગઈ કે તેણે પોતાના બે બાળકોના પિતા અને પતિની નિર્મમ હત્યા કરી નાખી. એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે લાશના ત્રણ ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. આ ખોફનાક ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ 11 મહિના સુધી કાયદાની પકડથી દૂર રહ્યા, પરંતુ આખરે એક નાની ભૂલના કારણે પાપ છાપરે ચડીને પોકાર્યું છે.

 

અનૈતિક સંબંધો અને હત્યાનું ષડયંત્ર

પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, મુખ્ય આરોપી મહિલા સુનિતા તેના પતિ બલિરામ સૂર્યનાથ કુશવાહ અને બે બાળકો સાથે એરોલીના યાદવ નગરમાં રહેતી હતી. આ દરમિયાન સુનિતા ધણસોલી વિસ્તારમાં રહેતા ઓટો રિક્ષા ચાલક રાહુલ દશરથ પ્રજાપતિના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બલિરામને જ્યારે પોતાની પત્નીના આ આડા સંબંધોની જાણ થઈ, ત્યારે તેણે આ બાબતે સુનિતાનો સખત વિરોધ કર્યો હતો. પતિનો આ વિરોધ જ તેના માટે કાળ સાબિત થયો. સુનિતાએ પોતાના પ્રેમી રાહુલ સાથે મળીને બલિરામને હંમેશા માટે રસ્તામાંથી હટાવવાનું ભયાનક ષડયંત્ર રચી નાખ્યું.

 

ગાઢ નિંદ્રામાં હત્યા અને લાશના ત્રણ ટુકડા

હત્યાના કાવતરાને અંજામ આપવા માટે સુનિતાએ અગાઉથી આયોજન કરીને પોતાના બંને બાળકોને બે દિવસ માટે તેમની માસીના ઘરે મોકલી દીધા હતા. 9 ઓગસ્ટ 2025ની રાત્રે જ્યારે બલિરામ ઘરમાં ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો, ત્યારે સુનિતા અને તેનો પ્રેમી રાહુલ ઘરમાં દાખલ થયા હતા. બંનેએ ભેગા મળીને પહેલા બલિરામનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ ધારદાર હથિયારના ઘા ઝીંકી તેનો જીવ લઈ લીધો હતો.

 

આ રીતે ફૂટ્યો 11 મહિના જૂનો ભાંડો

આ બિભત્સ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ સુનિતાએ યાદવ નગરનું પોતાનું મકાન અન્ય વ્યક્તિને ભાડે આપી દીધું હતું અને પોતે બાળકોને લઈને પ્રેમી રાહુલ સાથે ધણસોલીમાં રહેવા જતી રહી હતી. હત્યાના આશરે 8 મહિના બાદ જ્યારે બલિરામના ભાઈ વતનથી તેને મળવા માટે નવી મુંબઈ આવ્યા, ત્યારે સુનિતાએ જૂઠું બોલીને વાર્તા ઘડી કાઢી કે બલિરામ તેની સાથે ઝઘડો કરીને ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે. જો કે, ભાઈને સુનિતાની વાતો પર શંકા ગઈ હતી. રબાલે એમઆઈડીસી પોલીસે પત્ની સુનિતા અને તેના પ્રેમી ઓટોચાલક રાહુલ પ્રજાપતિ વિરૂદ્ધ મર્ડર અને પુરાવાનો નાશ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...