સુરત: નળ સે જલ... હવે સીધું રસ્તા પર! વેસુમાં પાઇપલાઇન તૂટતાં લાખો લીટર પાણીનો વેડફાટ
સુરત મહાનગરપાલિકાની હાઇડ્રોલિક વિભાગની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ રોડ પર અચાનક પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જતાં લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. આ ઘટનાને કારણે આખો રોડ પાણી-પાણી થઈ ગયો હતો અને વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાની એક પછી એક સામે આવી રહેલી આવી બેદરકારીઓને કારણે જનતામાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, વેસુના વ્યસ્ત એવા મહારાણા પ્રતાપ રોડ પરથી પસાર થતી પાણીની પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ પડ્યું હતું. પાઈપલાઈન તૂટવાના કારણે જોતજોતામાં હજારો ગેલન પાણી ફુવારાની જેમ રોડ પર વહેવા લાગ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જોતજોતામાં આખો માર્ગ જળબંબોળ થઈ ગયો હતો. રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
ઘટનાની જાણ થતાં જ લાંબો સમય વીતી ગયા બાદ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાણીના તેજ પ્રવાહને રોકવા અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક ધોરણે રસ્તા પર બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા અને વાહનોની અવરજવર ડાયવર્ટ કરવામાં આવી હતી. હાલમાં એસએમસીની ટીમ દ્વારા પાઈપલાઈનનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી અને મેઇન્ટેનન્સના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં ચોમાસાની શરૂઆત થતાં જ ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય છે, ક્યાંક પાળા તૂટે છે તો ક્યાંક આવી રીતે મુખ્ય લાઈનો લીક થઈ જાય છે. એકતરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી મળતું નથી, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે આ પ્રકારે લાખો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...