અમદાવાદ :: જગન્નાથજીના ત્રણેય રથ અને ગજરાજો મંદિર પ્રાંગણમાં પહોંચ્યા, પુષ્પવર્ષાથી કરાયું ભવ્ય સ્વાગત
અષાઢી બીજના પાવન પર્વે પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે મંદિર પરિસર ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીને આજે પરંપરા મુજબ અલૌકિક 'સોનાવેશ' ધારણ કરાવવામાં આવ્યો હતો. ભગવાનને સોનાના આભૂષણો અને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા હતા, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો સોનાવેશનો શણગાર
જગન્નાથ મંદિરમાં સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે ભગવાનના સોનાવેશની પૂજા કરવામાં આવી હતી. સોનાના અલંકારોથી શોભતા ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર "જય રણછોડ માખણચોર"ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વર્ષમાં એકવાર મળતા આ વિશેષ દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી.
રથ અને ગજરાજોની પૂજા માટે મંદિર પરિસરમાં વિશેષ આયોજન
રથયાત્રાની પરંપરા મુજબ સૌથી પહેલા ગજરાજો ભગવાનના રથનું આગમન કરાવે છે. આ પરંપરાને જાળવી રાખવા માટે આજે મંદિર પરિસરમાં રથયાત્રામાં જોડાનારા 15 ગજરાજોને લાવવામાં આવ્યા હતા અને તેમની વિશેષ પૂજા કરવામાં આવી હતી. ગજરાજોના શણગાર અને પૂજાવિધિ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સાથે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના ત્રણેય રથને પણ મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. રથ મંદિર પરિસરમાં પ્રવેશતા સમયે ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્રણેય રથ અને ગજરાજોના દર્શન માટે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા.
ત્રણેય રથની પૂજા સાથે રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતા તરફ
મંદિર પરિસરમાં રથયાત્રા વ્યવસ્થા સમિતિ દ્વારા વિશેષ પૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ રથયાત્રાની આગળની પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
15 દિવસ બાદ ભગવાનના નેત્ર દર્શન ખુલ્યા
રથયાત્રા વ્યવસ્થા સમિતિના સભ્ય નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત 29 મેના રોજ સવારે 8:00 વાગ્યે જળયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ પરંપરા મુજબ ભગવાન રથમાં બિરાજમાન થઈ સરસપુર મામેરા માટે પહોંચ્યા હતા. 15 દિવસ સુધી ચાલેલી ધાર્મિક પરંપરા બાદ ભગવાન 14 જુલાઈના રોજ ફરીથી મંદિર પરત ફર્યા હતા.
મામેરા દરમિયાન ભક્તો દ્વારા ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા હોવાથી પરંપરા મુજબ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધિપૂર્વક ભગવાનના નેત્ર ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.આજે 15 જુલાઇ સવારે 10:00 વાગ્યાથી રથ, જે છે તે નીકળ્યો છે અને તે રથ અને વાજતે-ગાજતે લાવીને પૂજા કરવામાં આવી છે. પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ ગજરાજ આવ્યા, જે હાથીના ત્રણેય રથ છે, એની હાથીની પૂજા કરવામાં આવશે.
રથયાત્રા માટે અમદાવાદ તૈયાર, ભક્તોમાં ભારે ઉત્સાહ
149મી રથયાત્રા પૂર્વે મંદિર ખાતે યોજાયેલી તમામ ધાર્મિક વિધિઓ સાથે હવે ભગવાન નગરચર્યાએ નીકળવા માટે તૈયાર છે. રથ, ગજરાજો અને ભક્તોની હાજરીથી જમાલપુર જગન્નાથ મંદિર પરિસર ભક્તિના રંગમાં રંગાયું હતું. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને શહેરમાં ભારે ઉત્સાહ અને આસ્થા જોવા મળી રહી છે. ભક્તો ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે આતુર બન્યા છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...