Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

સુરત: પૂરની કામગીરીનું બહાનું ધરી સરકારી કચેરીઓ ઠપ્પ, સુરતીઓ લાઈનમાં ઊભા રહેવા મજબૂર!

સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ખાડી પૂર બાદ હવે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને આડોડાઈના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે. પૂર રાહત અને સર્વેની કામગીરીના નામે સરકારી કચેરીઓમાં સામાન્ય જનતાના રોજિંદા કામો અટકાવી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાતની વાડી મામલતદાર કચેરી ખાતે તંત્રની આવી જ લાલિયાવાડી સામે આવતા કચેરીએ પોતાના કામ અર્થે ધક્કા ખાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે.

 

કચેરી બહાર પોસ્ટર મારી કર્મચારીઓ ગાયબ

મળતી માહિતી મુજબ, પુણાગામ ભાતની વાડી મામલતદાર કચેરીની બહાર સત્તાવાળાઓ દ્વારા એક પોસ્ટર લગાવી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "પૂરની કામગીરી ચાલુ હોવાના કારણે કચેરીના કર્મચારીઓ તે કામમાં રોકાયેલા છે." આ પોસ્ટર મારીને કચેરીના કર્મચારીઓએ કાયદેસરના અન્ય તમામ વહીવટી કામો પડતા મૂક્યા છે. પરિણામે, પોતાના જરૂરી સરકારી દસ્તાવેજો, દાખલા કે અન્ય કામો માટે આવતા સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

 

શુક્રવારથી લાઈનમાં ઊભા રહેવા લોકો મજબૂર, એજન્ટોનો રાફડો

સ્થાનિક અરજદારોના જણાવ્યા અનુસાર, તેઓ ગત શુક્રવારથી પોતાના સરકારી કામો કરાવવા માટે વહેલી સવારથી કચેરી બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ કોઈ સરકારી અધિકારી કે કર્મચારી યોગ્ય જવાબ આપવા તૈયાર નથી. નવાઈની વાત તો એ છે કે, કચેરીના સત્તાવાર કર્મચારીઓ ભલે પૂરની કામગીરીનું બહાનું કાઢીને ગેરહાજર હોય, પરંતુ કચેરીની બહાર ખાનગી એજન્ટો બેફામ ફરતા જોવા મળી રહ્યા છે.

 

લોકોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર આક્રોશ

એક તરફ લોકોને પૂરના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ કચેરીઓમાં સામાન્ય કામો માટે પણ ત્રણ-ત્રણ દિવસ સુધી લાઈનોમાં ધકેલાવું પડતાં જનતાનો પિત્તો ગયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આખો સ્ટાફ પૂરની કામગીરીમાં જ વ્યસ્ત હોય, તો કચેરી બહાર ખાનગી એજન્ટો કઈ રીતે વહીવટ કરી રહ્યા છે? પૂર રાહતની કામગીરી ચોક્કસ જરૂરી છે,

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...