મોટા વરાછા તાપીનો પાળો તૂટયા મામલે મોટો ખુલાસો:: 4 જુલાઈના પત્રમાં જ હતી જાનહાનિની ચેતવણી, છતાં તંત્ર નિષ્ક્રિય
સુરત શહેરમાં વિકાસ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે વરસાદ બાદ તૂટેલા પાળાને લઈને હવે સુરત મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ વચ્ચે જવાબદારીનો પ્રશ્ન ઉભો થયો છે. ભારે વરસાદના કારણે તાપી નદીનો માટીનો પાળો ત્રણ અલગ અલગ જગ્યાએથી ધોવાઈ ગયો છે, જેના કારણે આસપાસના રહેવાસીઓના જીવ પર જોખમ ઊભું થયું છે.
મનપાના પત્રમાં જ વ્યક્ત કરાઈ હતી મોટી હોનારતની આશંકા
મોટા વરાછા વિસ્તારમાં તાપી ગ્રીન્સ એપાર્ટમેન્ટની સામે તાપી નદીના કિનારે પાળાનું ધોવાણ થયા બાદ સુરત મહાનગરપાલિકાના વરાછા B ઝોનના અધિકારીઓએ 4 જુલાઈ 2025ના રોજ તાપી પાળા પેટા વિભાગને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે નદીના પાળાને કોન્ક્રીટની રિટેઈનિંગ વોલ અથવા સ્ટોન પિચિંગ દ્વારા મજબૂત બનાવવાની જરૂર છે.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તાપી નદીના કિનારે માટીનો પાળો હોવાથી વધુ વરસાદ અથવા ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે તો પાળાનું વધુ ધોવાણ થઈ શકે છે અને તેના કારણે મોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે. મનપાના અધિકારીઓ દ્વારા આ પ્રકારની ગંભીર ચેતવણી આપવામાં આવ્યા બાદ પણ તાત્કાલિક અને કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
પત્ર લખનાર વિભાગ જ હવે જવાબદારીથી દૂર રહેતો હોવાના આક્ષેપ
મોટા વરાછામાં પાળો તૂટ્યા બાદ હવે જવાબદારી એકબીજા પર નાખવાનો ખેલ શરૂ થયો છે. એક તરફ મનપાના અધિકારીઓ દ્વારા તાપી પાળા વિભાગને પત્ર લખીને જોખમ અંગે જાણ કરવામાં આવી હતી, તો બીજી તરફ હવે સમગ્ર મામલાની જવાબદારી તાપી પાળા પેટા વિભાગ પર નાખવામાં આવી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અધિકારીઓને પહેલાથી જ જોખમની જાણ હતી તો લોકોની સુરક્ષા માટે સમયસર કામગીરી કેમ ન કરવામાં આવી? માત્ર પત્ર વ્યવહાર કરીને જવાબદારી પૂર્ણ કરી દેવામાં આવી કે પછી વાસ્તવિક સુરક્ષા માટે કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પાળો તૂટ્યો છતાં મનપાએ માત્ર બેનરો અને બેરીકેડ લગાવ્યા
તાપી નદીના કિનારે ત્રણ જગ્યાએ પાળો તૂટ્યા બાદ સુરત મહાનગરપાલિકાએ જોખમી વિસ્તાર દર્શાવતા બેનરો અને બેરીકેડ લગાવીને કામગીરી પૂર્ણ કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મનપા દ્વારા જ જાહેર કરવામાં આવ્યું છે કે પાળો બેસી ગયો છે અને નાગરિકોએ ત્યાંથી પસાર થવું નહીં.
પરંતુ સ્થાનિક લોકોનો સવાલ છે કે માત્ર ચેતવણીના બોર્ડ લગાવવાથી સમસ્યાનું સમાધાન નહીં આવે. પાળાનું સતત ધોવાણ થઈ રહ્યું છે ત્યારે તેને મજબૂત કરવા માટે કાયમી કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
45 થી 50 ફૂટના અંતરે બની રહ્યા છે હાઈરાઈઝ બિલ્ડિંગો
આ સમગ્ર મામલામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યાં તાપી નદીનો પાળો તૂટ્યો છે અને જમીનનું સતત ધોવાણ થઈ રહ્યું છે, ત્યાંથી માત્ર 45થી 50 ફૂટના અંતરે જ ગગનચુંબી ઇમારતોનું નિર્માણ ચાલી રહ્યું છે.
નદી કિનારાની જમીન નબળી બની રહી હોવા છતાં આટલી નજીક મોટા બાંધકામોને મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે મુદ્દે હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જો ભવિષ્યમાં ધોવાણ વધુ વધે તો આ બિલ્ડિંગોના પાયા પર પણ અસર પડી શકે છે અને મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાય નહીં.
150 મીટરના નિયમ છતાં બાંધકામોને મંજૂરી આપવાનો મુદ્દો ચર્ચામાં
રાજ્ય સરકારના નિયમો મુજબ નદી કિનારાથી 150 મીટરની હદમાં ચાર માળથી વધુ ઊંચી ઇમારતોને મંજૂરી આપી શકાય નહીં તેવો નિયમ હોવા છતાં મોટા વરાછા વિસ્તારમાં નદીથી ખૂબ નજીક બહુમાળી ઇમારતો ઉભી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 2020ના પરિપત્ર મુજબ નદી કિનારાના વિસ્તારોમાં બાંધકામ માટેની સુરક્ષા જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે. તેમ છતાં 30થી 40 મીટરના અંતરમાં જ બાંધકામોને મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે મનપાના અધિકારીઓ તેમજ શાસકોની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
પ્રિ-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
સુરતમાં ભારે વરસાદ બાદ તાપી નદીના કિનારે સર્જાયેલી આ સ્થિતિએ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. નદીના કિનારે સુરક્ષા પાળો મજબૂત કરવા માટે અગાઉથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર પગલાં ન લેવાતા આજે લોકો જોખમ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, નદી કિનારે થયેલા બાંધકામોની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Tags
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...