સુરતમાં ચોંકાવનારી ઘટના:: ન્યાય અપાવનાર વકીલ જ બન્યો આરોપી, સગીર પર દુષ્કર્મ કેસમાં સચીન GIDC પોલીસે ઝડપી પાડ્યો
સુરતમાં કાયદાની રક્ષા કરનાર એક વકીલ સામે જ ગંભીર આરોપો સામે આવ્યા છે. સચીન GIDC પોલીસે પોતાના જ અસીલની 13 વર્ષ 6 માસની સગીરા દીકરી પર દુષ્કર્મ આચરવાના આરોપસર વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
ન્યાય અપાવનાર વકીલ પર જ વિશ્વાસઘાતનો આરોપ
મળતી માહિતી મુજબ, સગીરા અગાઉ અપહરણ અને દુષ્કર્મના કેસનો ભોગ બની હતી. આ કેસમાં પરિવારને ન્યાય અપાવવા માટે વકીલ પ્રણયરાજ રણવીરને કાયદાકીય કાર્યવાહી માટે રાખવામાં આવ્યા હતા. જોકે, આ જ વકીલે વિશ્વાસનો ભંગ કરી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ છે.
ઘરકામની લાલચ આપી સગીરાને લઈ ગયો
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વકીલે સગીરાના પરિવારનો સંપર્ક કરીને તેને ઘરકામ માટે નોકરી પર રાખવાની વાત કરી હતી. પરિવારને વિશ્વાસમાં લઈને સગીરાને પોતાના સાથે લઈ ગયો હતો. આરોપીએ અગાઉના કેસમાં નુકસાન કરવાની ધમકી આપી સગીરાના પરિવાર પર દબાણ બનાવ્યું હોવાનો પણ આરોપ છે. આરોપી સગીરાને પોતાની કારમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા પોતાના રહેણાંક મકાન ખાતે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ઘટનાનો વીડિયો ઉતાર્યો હોવાની પણ પોલીસ ફરિયાદમાં વિગતો સામે આવી છે.
સચીન GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો
સગીરાના પરિવાર દ્વારા સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ અને અન્ય પુરાવાના આધારે આરોપી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર (ઉં.વ. 43, વ્યવસાયે વકીલ, રહે. ડિંડોલી, સુરત)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન, કાર સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ACPનું નિવેદન: આરોપીને કડકમાં કડક સજા અપાવવા પ્રયાસ
સુરત પોલીસના ACP સુનિલ તરડેએ જણાવ્યું હતું કે, તારીખ 13/07/2024ના રોજ સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે સગીરા અગાઉના દુષ્કર્મ કેસમાં પીડિતા હતી અને તે કેસમાં કાર્યવાહી માટે વકીલ પ્રણયરાજ રણવીરને નિમવામાં આવ્યા હતા.
ACPએ જણાવ્યું કે, આરોપીએ સગીરાના પરિવારને વિશ્વાસમાં લઈને તેને ઘરકામના બહાને પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ પુરાવા, મૌખિક પુરાવા અને અન્ય જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થાય તે માટે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
Tags
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...