Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

અમદાવાદ: અમદાવાદ: સ્કૂલની સામાન્ય બોલાચાલી બાદ ક્રિકેટ મેદાનમાં હિંસા, દંડા-બેલ્ટથી હુમલો કરનાર ઝડપાયા

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું એક ક્રિકેટનું મેદાન ગઈકાલે સાંજે અચાનક રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય શાળાકીય બોલાચાલી અને યુનિફોર્મ પર પાણી ઉડવા જેવી નજીવી બાબતનું મનદુઃખ એટલી હદે વધી ગયું કે, આઠ શખ્સોના ટોળાએ મેદાનમાં હાજર યુવકો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 19 વર્ષીય પ્રિયંશ હરીશ કુશવાહ નામના યુવકને પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે રામોલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

ગ્રાઉન્ડ પર આતંક અને ગાડી ચઢાવવાનો પ્રયાસ

ફરિયાદ અનુસાર, ઘટનાના દિવસે ફરિયાદી પ્રિયંશ અને તેના મિત્રો વસ્ત્રાલમાં ગોપી ડેરી પાસે આવેલા ક્રિકેટના મેદાનમાં રમી રહ્યા હતા. તે સમયે અક્ષય પંચાલ અને ક્રિષ્ના નામના શખ્સોએ સાતથી આઠ અજાણ્યા માણસો સાથે મળીને ત્યાં આવીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડીઓ, કમરના બેલ્ટ અને ક્રિકેટની સ્ટીકનો ઉપયોગ કરીને પ્રિયંશ તથા તેના મિત્રોને માર માર્યો હતો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે આરોપીઓએ મેદાનમાં પૂરઝડપે કાર દોડાવીને ફરિયાદી પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેનાથી આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

પોલીસની તપાસ અને ખુલાસા

વિ.ડી.મોરી, Piએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસ સ્ટેશનનાનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલાખોરોમાં સામેલ વિશેષ ઉર્ફે ગામુ અને શિવા સંજય સુમરા (બંને 19 વર્ષના) મુખ્ય આરોપીઓ છે, જેમની પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય અન્ય 3 સગીરો પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવતા તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસની પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું કે, આરોપી ગામુ જે કાર લઈને ઘટનાસ્થળે આવ્યો હતો, તે વાસ્તવમાં જે ગેરેજમાં તે કામ કરે છે ત્યાં રિપેરિંગ માટે આવી હતી.

સ્કૂલની સામાન્ય તકરારનો ખૌફનાક અંત

આ સમગ્ર મામલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું સ્પષ્ટ થયું છે કે આરોપીઓ અને ફરિયાદી એક જ શાળામાં અભ્યાસ કરે છે અને ભૂતકાળમાં સ્કૂલના ગણવેશ પર પાણી ઉડવા જેવી સામાન્ય ઘટનાઓ પરથી તેમની વચ્ચે તકરાર થઈ હતી. આ જૂની અદાવત રાખીને જ આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ક્રિકેટના મેદાનમાં આવીને આ હુમલો કર્યો હતો. પોલીસ હાલ બાકીના ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. 

અમદાવાદ: સ્કૂલની સામાન્ય બોલાચાલી બાદ ક્રિકેટ મેદાનમાં હિંસા, દંડા-બેલ્ટથી હુમલો કરનાર ઝડપાયા

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...