Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

મોરબીમાં ફૂડ વિભાગનું મેગા ચેકિંગ: 40 થી વધુ સ્થળોએ દરોડા, મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો નાશ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો અને ખાણીપીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં નાસ્તા અને ફરસાણની 40 જેટલી દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરીને વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો, તેમજ બેદરકારી દાખવતા વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં 40 સ્થળોએ તપાસ 

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ફૂડ શાખાની ટીમ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી શહેરના નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત નાસ્તા અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

વાસી નૂડલ્સ, એક્સપાયરી ડેટ વગરના પીઝા બેઝ અને પાઉંનો નાશ 

ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અનેક સ્થળોએથી આરોગ્ય માટે અત્યંત હાનિકારક વાસી ખોરાક ઝડપી પાડ્યો હતો. રવાપર ચોકડી પાસે આવેલા 'ગુરુજી ફાસ્ટફૂડ' માંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 'સાઈઝ ઝીરો કેફે' માં ચેકિંગ કરતા ત્યાંથી એક્સપાયરી ડેટ વિનાના પાઉં અને પીઝા બેઝ તેમજ 'ચેતના સ્વીટ એન્ડ નમકીન' માંથી એક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટો મળી આવતા તંત્ર દ્વારા આ તમામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ગંદકી અને લાયસન્સ વિના ચાલતા વેપારીઓને નોટિસ 

ખાણીપીણીની દુકાનોમાં ગંદકી અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું હતું. નવલખી રોડ પર આવેલા 'પશુપતિનાથ ચાઇનીઝ' માં વાસી નૂડલ્સ અને ફૂડ કલરના ઉપયોગ સાથે અત્યંત ગંદકીવાળી (અનહાઈજેનીક) સ્થિતિ જોવા મળી હતી. તદુપરાંત, તપાસ કરતા આ પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું સામે આવતા વિભાગ દ્વારા સંચાલકને 'ગ્રીન નોટિસ' ફટકારવામાં આવી છે.

મોરબી ફૂડ શાખાની આ સઘન ચેકિંગની કાર્યવાહીથી નફાખોરી માટે વાસી ખોરાક વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગ દ્વારા તમામ વેપારીઓને ફરજિયાત ફૂડ લાયસન્સ મેળવવા, રસોડામાં સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવા કડક ચેતવણી આપવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય હિતમાં આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવો તંત્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...