Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

જુનાગઢ: પ્રેમમાં પડ્યો ભંગાણ ને કારનો વારો કાઢ્યો! પ્રેમીની ગાડી પર યુવતીએ પથ્થરો મારી કચ્ચરઘાણ વાળ્યો, વીડિયો વાઈરલ

જૂનાગઢ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા તળાવ દરવાજા વિસ્તારમાં આજે ભરબજારે એક યુવતીએ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમ પ્રકરણમાં ખાર ખાઈને બેઠેલી એક યુવતીએ તેના પૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કાર પર લાકડીઓ અને પથ્થરો વડે સરેઆમ હુમલો કરી દીધો હતો. રોષે ભરાયેલી યુવતીએ જોતજોતામાં કારના કાચ તોડીને ભૂકો બોલાવી દીધો હતો. ધોળે દિવસે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

 

ભૂતકાળની અદાવત અને પોલીસ ફરિયાદો  

મળતી માહિતી મુજબ, આ તોડફોડ પાછળ જૂના પ્રેમ સંબંધની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ યુવક અને યુવતી વચ્ચે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો, જે સમય જતાં કડવાશમાં પરિણમ્યો હતો. અગાઉ આ જ વિવાદને લઈને યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની સામે યુવકે પણ યુવતી પર ગંભીર આક્ષેપો સાથે બ્લેકમેઈલિંગની વળતી ફરિયાદ દાખલ કરાવી હતી. આ જૂના વિવાદની આગ આજે ફરી ભભૂકી ઉઠી હતી.

 

ભરબજારે સર્જાયો ભારે હોબાળો

તળાવ દરવાજા પાસે પૂર્વ પ્રેમીની ગાડી પાર્ક કરેલી જોઈ યુવતી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકી નહોતી. તે અચાનક લાકડી અને પથ્થરો લઈને ગાડી પર તૂટી પડી હતી. યુવતીનો આવો રૌદ્ર અવતાર જોઈને રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાને પગલે બજારમાં લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેને કારણે થોડીવાર માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

 

પોલીસ ઘટનાસ્થળે, કાયદેસરની કાર્યવાહી શરૂ

જાહેરમાં હોબાળા અને તોડફોડની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને સ્થળ પર હાજર સ્થાનિક લોકોના નિવેદનોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળે દિવસે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારી આ યુવતી સામે પોલીસ હવે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...