બ્રાન્ડના નામે ઝેર!: ગોંડલમાં ‘જે.પી. મસાલા’ના કારખાનામાંથી ભેળસેળયુક્ત જથ્થો પકડાયો
લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી આર્થિક ફાયદો મેળવતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ધમધમતા એક કારખાના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત દરોડો પાડીને ભેળસેળયુક્ત અને નકલી મસાલા બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. 41,91,000 થી વધુની કિંમતનો ભેળસેળયુક્ત મસાલાનો વિશાળ જથ્થો અને સામગ્રી સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાના પગલે નકલી અને કેમિકલયુક્ત ખાદ્યપદાર્થો વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ SOG ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ગોંડલના ગુંદાળા ગામની સીમમાં આવેલા એક કારખાનામાં મોટા પાયે નકલી મસાલા તૈયાર કરીને બજારમાં વેચવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને 'જે.પી. મસાલા' નામના કારખાનામાં આકસ્મિક રેડ પાડી હતી.
દરોડા દરમિયાન કારખાનામાં મસાલા બનાવવાની પ્રક્રિયા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યાં અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો ભેળવીને રોજિંદા વપરાશના મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ કારખાનામાં લોકોના રસોડામાં વપરાતા મુખ્ય મસાલા જેવા કે મરચું, જીરું, ધાણાજીરું અને હળદરમાં સસ્તા અને બિનઆરોગ્યપ્રદ પદાર્થો મિક્સ કરવામાં આવતા હતા. અસલી ધાણાજીરું અને મરચાનો જથ્થો વધારવા માટે તેમાં ધાણા-જીરુંનું નકામું ભુસું અને સસ્તો મકાઈનો લોટ ધૂમ પ્રમાણમાં ઉમેરવામાં આવતો હતો.ગ્રાહકોને આકર્ષવા અને ઓછો જથ્થો વધારે બતાવવા માટે આ મસાલામાં કેન્સર જેવા ગંભીર રોગો નોતરી શકે તેવા પ્રતિબંધિત કૃત્રિમ (આર્ટિફિશિયલ) કલર ઉમેરવામાં આવતા હતા.રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાએ જણાવ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આરોપી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કડક કલમો ઉમેરવામાં આવશે.
આ સાથે જ પોલીસે જનતાને અપીલ કરી છે કે બજારમાંથી મસાલા કે અન્ય ખાદ્યપદાર્થો ખરીદતી વખતે બ્રાન્ડ અને ગુણવત્તાની ચકાસણી અવશ્ય કરવી અને જો કોઈ જગ્યાએ આવી ભેળસેળ થતી હોવાની શંકા જાય તો તાત્કાલિક પોલીસ અથવા ફૂડ વિભાગનો સંપર્ક કરવો. SOG અને ફૂડ વિભાગે કારખાનામાંથી નકલી મરચું, હળદર, ધાણાજીરું, કલર, ઓઈલ અને મશીનરી સહિત કુલ રૂ. 41.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારખાનાને સીલ કરી દીધું છે. ફૂડ વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ મસાલાના નમૂના (સેમ્પલ) લઈને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ગુનાહિત કૌભાંડ આચરવા બદલ પોલીસે ગોંડલના ૩૯ વર્ષીય વેપારી મિતુલ ઉર્ફે મનીષ ગીરધરભાઇ બાલધા સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...