Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

અવકાશમાં ભારતનું ગૌરવ:: ડો. અનિલ મેનનનું પ્રથમ સ્પેસ મિશન, 8 મહિના કરશે સંશોધન

અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ભારતીય મૂળના વ્યક્તિઓ સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, ત્યારે હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. ભારતીય મૂળના 'નાસા'ના એસ્ટ્રોનોટ અનિલ મેનન આજે કઝાખસ્તાનથી પોતાનું પ્રથમ સ્પેસ મિશન શરૂ કરી રહ્યા છે. 49 વર્ષીય અનિલ મેનન રશિયાના 2 અંતરિક્ષ યાત્રીઓ, પીયોટર ડુબ્રોવ અને આન્ના કીકીના સાથે મળીને 'રોસકોસ્મોસ સોયુઝ એમ.એસ. 29' સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થશે. આ મિશન દરમિયાન તેઓ 8 મહિના સુધી અવકાશમાં રહીને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. બૈકનૂર કોસ્મોડ્રોમથી લોન્ચ થનારું આ મિશન વિજ્ઞાન જગત માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

તબીબી વિજ્ઞાન અને અવકાશ સંશોધનનો સંગમ
ઇમર્જન્સી મેડિસિન ફિઝિશિયન તરીકેની તેમની ભૂમિકા આ મિશનમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. અનિલ મેનન માત્ર એક એસ્ટ્રોનોટ તરીકે જ નહીં, પરંતુ એક તબીબી વૈજ્ઞાનિક તરીકે પણ ત્યાં કાર્યરત રહેશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેમના માટે એક 'ઓર્બિટિંગ લેબોરેટરી' સમાન બની રહેશે, જ્યાં તેઓ લાંબા ગાળાના અવકાશ પ્રવાસ દરમિયાન માનવ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે ઊંડાણપૂર્વક સંશોધન કરશે. ભવિષ્યમાં જ્યારે માનવજાત ઊંડા અવકાશમાં એટલે કે મંગળ કે અન્ય ગ્રહો પર લાંબા સમય માટે પ્રવાસ કરવાનું આયોજન કરશે, ત્યારે મેનનના આ સંશોધનો અવકાશયાત્રીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં અને આરોગ્ય વિષયક પડકારોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સંઘર્ષ અને સિદ્ધિથી ભરેલી સફર
અનિલ મેનનનું જીવન અને કારકિર્દી પ્રેરણાદાયક છે. અમેરિકાના મિનેપોલિસમાં ભારતીય પિતા અને યુક્રેનિયન માતાના ઘરે જન્મેલા મેનને મેડિસિન, મિલિટરી અને સ્પેસ ઓપરેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી છે. નાસામાં જોડાતા પહેલા તેઓ અમેરિકન એરફોર્સમાં ફરજ બજાવી ચૂક્યા છે અને અફઘાનિસ્તાનમાં 'ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ'માં ફ્રન્ટ-લાઇન મેડિકલ સેવાઓ આપી હતી. આ ઉપરાંત, તેમણે હિમાલયન રેસ્ક્યુ એસોસિએશન સાથે જોડાઈને માઉન્ટ એવરેસ્ટ સર કરવા જનારા પર્વતારોહકોની મેડિકલ કેર પણ કરી છે. તેઓની બહુમુખી પ્રતિભામાં ભારત સાથેનો તેમનો લગાવ પણ ઝળકે છે. તેમણે 'રોટરી એમ્બેસેડર સ્કોલર' તરીકે ભારતમાં પોલિયો વેક્સિન ઝુંબેશમાં એક વર્ષ સુધી સેવાઓ આપી હતી અને 2021નું વર્ષ પણ તેમણે ભારતમાં પસાર કર્યું હતું. તેમના પત્ની આન્ના વિલ્હેમ પણ સ્પેસ ક્ષેત્રે સક્રિય છે, જેઓ સપ્ટેમ્બર 2024માં સ્પેસ-એક્સના પોલારિસ ડોન મિશન દ્વારા 5 દિવસ અંતરિક્ષમાં રહી ચૂક્યા છે. આજે અનિલ મેનનની આ ઉડાન સાથે જ ભારતીય મૂળના વધુ એક વ્યક્તિએ અંતરિક્ષમાં વિજયના ઝંડા લહેરાવવા માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...