Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

પાટણમાં પ્રેમિકા સાથે લગ્ન માટે પત્નીને કેનાલમાં ફેંકી હત્યા કરી: પતિએ મિત્ર સાથે રચ્યું કાવતરું

પાટણ તાલુકાના ચંદ્રુમણા નર્મદા કેનાલ પાસે એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પતિએ અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતી પત્નીને પોતાના મિત્ર સાથે મળીને કેનાલમાં ફેંકી દઈ નિર્દયતાથી હત્યા કરી હતી. એટલું જ નહીં, ગુનાને છુપાવવા માટે પત્નીએ આત્મહત્યા કરી હોવાનું નાટક પણ રચ્યું હતું. જોકે, આખરે પતિએ જ સાળા સમક્ષ ગુનાની કબૂલાત કરતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે.

પ્રેમ સંબંધ અને વારંવારના ઝઘડાઓ 

મૂળ સુદ્રોસણના વતની અને હાલ કંબોઈની સીમમાં રહેતા સકતાજી ભેમાજી ઠાકોરને છેલ્લા દોઢ વર્ષથી અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ બાબતની જાણ તેમની પત્ની મંજુલાબેનને થતાં બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઈચ્છા પૂરી કરવા માટે સકતાજીએ પોતાના મિત્ર કિશનજી રમેશજી ઠાકોર સાથે મળીને પત્નીની હત્યા કરવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડી કાઢ્યું હતું.

કેનાલમાં કોઈ પડ્યાનું નાટક કરી હત્યાને અંજામ આપ્યો 

પોલીસ ફરિયાદ મુજબ, તારીખ 01-07-2026 ના રોજ સકતાજી પોતાની ઇકો કારમાં દૂધી વેચવા પાટણ ગયો હતો. રાત્રે પરત ફરતી વખતે અંદાજે 12:30 થી 12:45 વાગ્યાના અરસામાં તેણે મિત્ર કિશનજીને ચંદ્રુમણા કેનાલના પુલ પર બોલાવ્યો હતો. યોજના મુજબ કિશનજીએ કેનાલમાં કોઈ પડી ગયું હોવાની બૂમાબૂમ કરી નાટક કર્યું હતું. આ સાંભળીને મંજુલાબેન જોવા માટે કારમાંથી નીચે ઉતર્યા, ત્યારે જ બંને આરોપીઓએ તેમના પગ પકડીને તેમને કેનાલના ધસમસતા પાણીમાં ફેંકી દીધા હતા.

આત્મહત્યાની ખોટી વાર્તા અને આખરે કબૂલાત 

તારીખ 02-07-2026 ની વહેલી સવારે હત્યાને અંજામ આપ્યા બાદ સકતાજીએ પરિવારજનોમાં ભ્રમ ફેલાવ્યો હતો કે મંજુલાબેને જાતે જ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, પાપ છાપરે ચઢીને પોકારે તેમ તારીખ 10-07-2026 ની મધરાત્રે આશરે 01:00 વાગ્યે સકતાજીએ પોતાના સાળા રતાજી નારણજી ઠાકોર સમક્ષ સમગ્ર કાવતરાની સચ્ચાઈ કબૂલી લીધી હતી.

બહેનની હત્યા થઈ હોવાની હકીકત સામે આવતા મૃતકના ભાઈ રતાજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પતિ સકતાજી ઠાકોર અને તેના મિત્ર કિશનજી ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને હત્યામાં વપરાયેલી કાર સહિતના પુરાવાઓ એકત્રિત કરી વધુ સઘન તપાસ હાથ ધરી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...