ગુજરાત ATSની મોટી કાર્યવાહી: પર હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું- આતંકી નેટવર્ક સામે ગુજરાત પોલીસ સતત સક્રિય
અમદાવાદના આસ્થાના મહાપર્વ સમાન ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને મંદિરથી લઈને સમગ્ર શહેરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વર્ષો જૂની પરંપરા મુજબ આજે સવારે જગન્નાથ મંદિર ખાતે નેત્રોત્સવ અને ધ્વજારોહણની ધાર્મિક વિધિ સાથે રથયાત્રાના પાવન ઉત્સવનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની આરાધના સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળ આરતી બાદ મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
નેત્રોત્સવ અને ધ્વજારોહણ બાદ રથયાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે યોજાય તે માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. નેત્રોત્સવની વિધિ પૂર્ણ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર રથયાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિન્દુ, મુસ્લિમ, શીખ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ પ્રશાસનનું સ્વાગત કરી રથયાત્રાને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી.
કોમી એકતાનો સંદેશ આપવા એક મહિનાથી વિવિધ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદની રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે સામાજિક સમરસતા અને કોમી એકતાનું પ્રતિક બની છે. આ વર્ષે પણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે છેલ્લા 1 મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મહોલ્લાઓ અને પોળોમાં જઈને મહિલાઓ, યુવાનો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠકો ઉપરાંત ક્રિકેટ મેચ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના સામાજિક કાર્યક્રમો યોજીને લોકો વચ્ચે એકતા અને વિશ્વાસનો માહોલ મજબૂત કરવામાં આવ્યો હતો.
16 જુલાઈએ વહેલી સવારે મંગળ આરતી બાદ શરૂ થશે રથયાત્રા
149મી રથયાત્રા અંગે માહિતી આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રાનો મુખ્ય રૂટ 16.2 કિલોમીટર લાંબો રહેશે. રથયાત્રામાં જોડાનારા સમગ્ર ભક્તિ કાફલાની લંબાઈ અંદાજે અઢીથી સાડા ત્રણ કિલોમીટર જેટલી રહેશે. આ ભવ્ય યાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 103 આકર્ષક ટ્રકો, 30 અખાડા, વિવિધ ભજન મંડળીઓ અને ભગવાનના 3 મુખ્ય રથ સામેલ થશે.
નક્કી કરાયેલા સમય મુજબ 16 જુલાઈના રોજ વહેલી સવારે 4:00 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મંગળ આરતી યોજાશે. ત્યારબાદ સવારે 7:00 કલાકે ભગવાન જગન્નાથજીનો રથ નિજ મંદિરથી નગરચર્યા માટે પ્રસ્થાન કરશે. બપોરે 12:00 કલાકે રથયાત્રા સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં પહોંચશે, જ્યાં મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ બપોરે 1:00 કલાકે ફરીથી રથયાત્રા આગળ વધશે. રાત્રે 8:00 કલાક સુધીમાં ભગવાનના રથ ફરી નિજ મંદિર પરત ફરશે.
30,000થી વધુ સુરક્ષા જવાનોની તૈનાતી, ચુસ્ત રહેશે સુરક્ષા વ્યવસ્થા
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મજબૂત સુરક્ષા વ્યવસ્થાઓમાંથી એક તૈયાર કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર 30,000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં 10 આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 42 ડીસીપી, 88 એસીપી, 900થી વધુ પીઆઈ અને પીએસઆઈ સહિત એસઆરપીએફ અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ તૈનાત રહેશે.
પોલીસે સુરક્ષા વ્યવસ્થાને મુવિંગ અને સ્ટેટિક એમ બે ભાગમાં વહેંચી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર 26 રેન્જ અને 1397 સંવેદનશીલ પોઈન્ટ્સની ઓળખ કરવામાં આવી છે. દરેક સ્થળે સતત દેખરેખ રાખવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને.
AI કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી રથયાત્રા પર રહેશે નજર
આ વર્ષની રથયાત્રામાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 શંકાસ્પદ વ્યક્તિઓના ડેટાબેઝ સાથે જોડાયેલા AI કેમેરા લગાવવામાં આવ્યા છે, જેની મદદથી ખિસ્સાકાતરૂઓ અને વોન્ટેડ ગુનેગારોને ઝડપથી ઓળખી શકાય તેમ છે.
આ ઉપરાંત રથયાત્રામાં સામેલ થનારા તમામ 18 હાથીઓ પર ગ્રીપ્ટોમીટર, GPS, CCTV કેમેરા અને ડેસિબલ મીટર જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આકાશમાંથી નજર રાખવા માટે 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે. સાથે જ એન્ટી-ડ્રોન ગન સિસ્ટમ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને 3D મેપિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
ATSની કાર્યવાહી અંગે હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન
રથયાત્રાની તૈયારીઓ વચ્ચે ATS દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ATS દ્વારા આ મામલે તમામ માહિતી આપવામાં આવશે. થોડા દિવસ અગાઉ આતંકી પ્રવૃત્તિ સામે મોટી સફળતા મળી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરી બદલ તેમણે DGP અને ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી.
આસ્થા, પરંપરા અને સુરક્ષાના ત્રિવેણી સંગમ સાથે અમદાવાદ તૈયાર
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા માટે અમદાવાદ શહેર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. એક તરફ ભક્તિ અને પરંપરાનો માહોલ છે તો બીજી તરફ સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. લાખો ભક્તો ભગવાનના દર્શન કરી શકે અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર, પોલીસ અને વિવિધ સમાજના આગેવાનો એકસાથે કાર્ય કરી રહ્યા છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...