Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

મેઘ મહેર કે તડકો?: ગુજરાતના વાતાવરણમાં પલટો, આગામી દિવસોમાં વરસાદની સંભાવના વચ્ચે હવામાન વિભાગની મહત્વની સૂચના

ગુજરાત રાજ્યભરમાં ચોમાસાના બીજા તબક્કામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 13 જુલાઈથી 19 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દક્ષિણ ભાગોમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. આ સમયગાળા બાદ વરસાદી ગતિવિધિઓમાં થોડો ફેરફાર જોવા મળશે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનો લાભ મળી શકે છે. હાલમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય છે, જે વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસાવી રહ્યું છે.

દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારો માટે સાવચેતી
હાલમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રેશર ગ્રેડિયન્ટને કારણે દરિયાઈ પવનોની ગતિ સામાન્ય કરતા વધુ રહી શકે છે. આગામી બે દિવસ એટલે કે 13 અને 14 જુલાઈ માટે માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ દરિયો ન ખેડે. આ બે દિવસો દરમિયાન સમુદ્રમાં સ્થિતિ તોફાની બની શકે છે, જેમાં પવનની ગતિ 45 થી 55 કિમી પ્રતિ કલાક અને ક્યારેક 65 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે તેવી શક્યતા છે. પવનની ઝડપ 25 થી 30 નોટ અને ક્યારેક 35 નોટ સુધી પહોંચી શકે તેમ હોવાથી માછીમારી માટે ગયેલા લોકોને સુરક્ષિત સ્થાને પરત ફરવા તાકીદ કરવામાં આવી છે.

અમદાવાદ અને રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ
અમદાવાદની વાત કરવામાં આવે તો આજે આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાનું અનુમાન છે, જેના કારણે દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં કે હળવા વરસાદની શક્યતા રહેલી છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાના અત્યાર સુધીના આંકડા જોઈએ તો, રાજ્યમાં સામાન્ય રીતે 209.2 mm વરસાદ થવો જોઈએ, પરંતુ હાલમાં માત્ર 162.5 mm વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા 22% ઓછો છે. મોનસૂન ટ્રફ હાલમાં શ્રીગંગાનગર, હિસાર, મુરાદાબાદ, ગોરખપુર, મુઝફ્ફરપુર અને બાલુુરઘાટ થઈને મણિપુર સુધી વિસ્તરેલી જોવા મળે છે. આ ઉપરાંત મધ્ય પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના સ્વરૂપમાં 3.1 કિમીની ઊંચાઈ પર સક્રિય છે. જોકે આ સિસ્ટમ ગુજરાત માટે સીધી રીતે એટલી અસરકારક નથી, તેમ છતાં એક ટ્રફની રચના થઈ હોવાથી રાજ્યમાં ભેજવાળા પવનો અને વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં વરસાદી વાતાવરણને જાળવી રાખવા માટે મહત્વના પરિબળ સાબિત થશે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...