14 દિવસમાં 1.53 લાખ મુસાફરોનો વિશ્વાસ: જીતતી ગાંધીનગરની એસી ઈ-બસ, રોજ 10 હજારથી વધુ મુસાફરો કરી રહ્યા છે સફર
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં શરૂ કરાયેલી નવી એસી ઈ-બસ સેવા હવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ નાગરિકોની દૈનિક જીવનશૈલીનો મહત્વનો ભાગ બની રહી છે. શહેરમાં ગ્રીન, ક્લીન અને સ્માર્ટ પરિવહન વ્યવસ્થા ઉભી કરવાના ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રયાસોને નાગરિકોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. સેવા શરૂ થયાના માત્ર 14 દિવસમાં 1,53,509 મુસાફરોએ ઈ-બસમાં સફર કરી છે, જ્યારે દરરોજ સરેરાશ 10,965 મુસાફરો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે શહેરના લોકો હવે ખાનગી વાહનોને બદલે આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહન તરફ આગળ વધી રહ્યા છે.
આરામ, સુરક્ષા અને બચતનું અનોખું સંયોજન
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ઈ-બસોમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક બસમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોવાથી ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ સુરક્ષિત અનુભવ કરે છે. ઉનાળાની ગરમીમાં ઠંડકભરી મુસાફરી, ધૂળ-ધુમાડાથી મુક્ત વાતાવરણ અને આરામદાયક બેઠકોને કારણે રોજિંદી અપ-ડાઉન કરતા નાગરિકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે. શરૂઆતના દિવસે એટલે કે 29 જૂન, 2026ના રોજ 6,120 મુસાફરો નોંધાયા હતા, પરંતુ સેવાનો સારો અનુભવ મળતા મુસાફરોની સંખ્યા સતત વધી અને 11 જુલાઈ, 2026ના રોજ એક જ દિવસમાં 13,615 મુસાફરોએ સફર કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
જાહેર પરિવહન તરફ વધતો વિશ્વાસ
ધમાસણાથી સરગાસણ સુધી નિયમિત મુસાફરી કરતી મુસાફર ત્રિવેદી નિયતિના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકાની આ ઈ-બસ સેવા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સગવડભરી સાબિત થઈ રહી છે. ઓછું ભાડું હોવાથી રોજિંદા ખર્ચમાં રાહત મળે છે, જ્યારે એર-કન્ડિશન્ડ બસ અને સીસીટીવી જેવી સુવિધાઓ મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સેવા વિશ્વાસ વધારનાર બની છે.
સ્માર્ટ ગાંધીનગર તરફ મજબૂત પગલું
શહેરના સરગાસણ સર્કલ, પથિકાશ્રમ ટર્મિનલ અને સચિવાલય સહિત કલોલ, કડી, દહેગામ, ચિલોડા, ચાંદખેડા, IIT ગાંધીનગર અને PDEU જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને સીધી કનેક્ટિવિટી મળતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સ્થાનિક નાગરિકોને સમયની મોટી બચત થઈ રહી છે. સેવા શરૂ થયા બાદ પ્રારંભિક 15 દિવસ સુધી નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવતા હજારો લોકોએ પોતાની ખાનગી કાર અને બાઇક ઘરે મૂકીને ઈ-બસની સફર પસંદ કરી છે. પરિણામે ટ્રાફિકના દબાણમાં ઘટાડો, ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડવામાં પણ નોંધપાત્ર ફાયદો થઈ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ પહેલ માત્ર આધુનિક પરિવહન સેવા પૂરતી સીમિત નથી, પરંતુ હરિયાળું, સ્વચ્છ અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફનું એક અસરકારક અને દૂરંદેશી પગલું સાબિત થઈ રહી છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...