Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

કળયુગી દીકરી: "10 કરોડની જમીન તારા નામે કરી દઈશ, બસ મમ્મીને પતાવી દે..." સરકારી નોકરી માટે પુત્રીએ જ સોપારી આપી માતાની હત્યા કરાવી!

રાજસ્થાનના જયપુર સ્થિત એરપોર્ટ કોલોની વિસ્તારમાં ગત 4 જુલાઈના રોજ બનેલી એક શંકાસ્પદ હિટ એન્ડ રનની ઘટનામાં જયપુર પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય અકસ્માત લાગતી આ ઘટના વાસ્તવમાં સરકારી નોકરી અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે એક સગી દીકરીએ જ તેના સગા સંબંધીઓ અને સોપારી કિલરો સાથે મળીને રચેલું એક ભયાનક અને ક્રૂર મર્ડર પ્લાનિંગ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર પુત્રી આયુષી શર્મા સહિતના આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 

ષડયંત્રની પૃષ્ઠભૂમિ અને મિલકતની લાલચ

પોલીસના જણાવ્યા અનુસાર, અઢી વર્ષ પહેલા જયપુર કોર્ટના કર્મચારી વિજય શર્માએ એરપોર્ટ કોલોનીમાં ઘર બનાવ્યું હતું, જ્યાં તેઓ પત્ની નિરજ શર્મા, દીકરી આયુષી અને એક માનસિક રીતે બીમાર દીકરા સાથે રહેતા હતા. એક વર્ષ પહેલા વિજય શર્માનું બ્રેન હેમરેજથી અવસાન થતાં અનુકંપાના ધોરણે સરકારી નોકરી મેળવવા માટે ૧૨મું પાસ દીકરી આયુષી શર્મા મક્કમ હતી. જો કે, પારિવારિક ચર્ચા અને મામાની સલાહ બાદ, આખી જિંદગી અને બીમાર દીકરાની જવાબદારીને ધ્યાને રાખી માતા નિરજ શર્મા આ નોકરી લેવા તૈયાર થયા હતા.

 

અગાઉનો નિષ્ફળ પ્રયાસ અને તાંત્રિક વિદ્યાનો ભય

હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે મોહન શર્માએ ભરતપુરના હેમંત શર્માનો સંપર્ક કર્યો હતો. એક મહિના પહેલા હેમંતે થાર ગાડી વડે નિરજ શર્માને કચડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયા હતા. આ ઘટનાથી શંકા જતાં નિરજ શર્માએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું, આખા ઘરમાં લોખંડની જાળીઓ ફિટ કરાવી અને સુરક્ષા માટે ૪ સીસીટીવી કેમેરા લગાવડાવ્યા હતા. નિરજ શર્માને ઘરમાંથી બહાર કાઢવા માટે આયુષીએ ઘરની બહાર લીંબુ-મરચા અને લાલ રંગ ફેંકી તાંત્રિક વિદ્યાનો ડર ફેલાવવાનો પણ અધમ પ્રયાસ કર્યો હતો.

 

₹7 લાખની સોપારી અને ફિલ્મી ઢબે હત્યા

આયુષીને માતાને મારવાની ઉતાવળ હોવાથી, મોહન શર્માએ ફરી હેમંત શર્માનો સંપર્ક કર્યો, જેણે હત્યાના બદલામાં ₹7 લાખની સોપારી માંગી હતી. હેમંતે ભરતપુરથી ₹૩૫,૦૦ણું ભાડું ચૂકવી હરિયાણા પાસિંગની સ્કોર્પિયો કાર મેળવી હતી. આ કામ આકાશ શર્મા અને અરવિંદ શર્માને સોંપાયું હતું, જ્યારે નિરજ શર્માની હિલચાલ પર નજર રાખવા રોહિત અને મોહિત શર્મા નામના શખ્સોને રેકી માટે હાયર કરાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આયુષીને સગી જનનીની હત્યા કરાવવા બદલ સહેજ પણ પસ્તાવો નથી. હાલમાં પોલીસ આ કેસમાં કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર થયેલા પિતરાઈ ભાઈ બલરામ અને અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...