Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

250 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: 'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' માં 19 આરોપીઓ ઝડપાયા, દુબઈથી ચાલતું હતું નેટવર્ક

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' અંતર્ગત રૂપિયા 250 કરોડથી વધુના સાયબર ફ્રોડનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં રાજ્યના વડોદરા, ભાવનગર, સુરત, પાટણ અને ગાંધીનગરમાંથી કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના તાર દેશના 21 રાજ્યોમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

દુબઈથી ચાલતું નેટવર્ક અને બલ્ક બેંકિંગનો ઉપયોગ 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સાયબર સિન્ડિકેટના કેટલાક મુખ્ય સૂત્રધારો દુબઈથી સમગ્ર નેટવર્કનું સંચાલન કરતા હતા. સુરતના મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં ઓફિસો ખોલીને આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આરોપીઓ નકલી અને ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને બલ્ક મોડ બેંકિંગ સુવિધા દ્વારા કરોડો રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. મહેસાણા અને ગાંધીનગરમાંથી 6 આરોપીઓ પકડાયા છે, જેમાં એક જ આરોપીના બેંક ખાતામાં 161 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી: APK ફાઇલ અને લાલચ 

સાયબર ઠગો લોકોને ઓનલાઈન ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને UPI સંબંધિત આકર્ષક ઓફરો આપીને ફસાવતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આરોપીઓ કમિશનની લાલચ આપીને લોકો પાસેથી આધાર કાર્ડ, PAN કાર્ડ, ચેકબુક અને ઇન્ટરનેટ બેંકિંગની વિગતો મેળવી લેતા હતા. ત્યારબાદ તેઓ ખાતાધારકોના મોબાઇલમાં એક ખાસ APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી OTP સહિતની સિસ્ટમ પર કંટ્રોલ મેળવી લેતા હતા અને ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતા હતા.

MBA નો વિદ્યાર્થી અને હત્યાનો વોન્ટેડ આરોપી પણ સામેલ 

આ કૌભાંડમાં વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં MBA નો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પણ ઝડપાયો છે. તેણે પોતાના મિત્રો અને ઓળખીતાઓના નામે 10 થી વધુ બેંક ખાતાઓ ખોલાવીને 7.40 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હતું. આ વિદ્યાર્થી સામે દેશભરમાં 28 ફરિયાદો નોંધાયેલી છે. આ ઉપરાંત વડોદરામાં પકડાયેલા 4 આરોપીઓ દ્વારા 46 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ 4 પૈકીનો એક આરોપી અગાઉ હત્યાના ગુનામાં પણ વોન્ટેડ છે.

પકડાયેલા આરોપીઓ સમગ્ર સાયબર સિન્ડિકેટ માટે મદદગાર તરીકે કામ કરતા હતા. આગામી સમયમાં પોલીસ આ તપાસ દેશના અન્ય રાજ્યો સુધી લંબાવશે. દુબઈ બેઠા નેટવર્ક ચલાવતા મુખ્ય માસ્ટરમાઇન્ડ અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ કડક તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બાઈટ - ડૉ. રાજદીપસિંહ ઝાલા, એસ.પી, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ

'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' માં 19 આરોપીઓ ઝડપાયા, દુબઈથી ચાલતું હતું નેટવર્ક

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...