અમદાવાદના શાસ્ત્રીનગરમાં ગોઝારો અકસ્માત: ડીપીએસની બસ નીચે કચડાઈ જતા મોપેડ ચાલકનું કમકમાટીભર્યું મોત
આજે બપોરે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડાબી બાજુ ટર્ન લઈ રહેલી બોપલ ડીપીએસ (DPS) સ્કૂલની બસ સાથે પાછળથી આવતું એક મોપેડ ધડાકાભેર અથડાતાં યુવક બસના ટાયર નીચે આવી ગયો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડક્ટર સ્કૂલના બાળકોને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા.
AMC ની કામગીરી અને મોટા ટર્નને કારણે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શાસ્ત્રીનગર ચાર રસ્તા પહેલા સાઉથ ઢોંસાવાળી ગલી સામે બોપલ ડીપીએસ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. રોડના વળાંક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલુ હોવાથી ત્યાં બેરિકેડિંગ કરવામાં આવ્યા હતા. આ બેરિકેડ્સના કારણે બસ ચાલકને ડાબી બાજુ મોટો ટર્ન લેવો પડ્યો હતો. આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલો એક્ટિવા ચાલક અચાનક બસ સાથે અથડાયો હતો અને બસના પાછળના વ્હીલ નીચે ઘૂસી ગયો હતો.
યુવરાજ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત, ડ્રાઈવર ફરાર
બસનું વ્હીલ યુવકના માથા પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે રસ્તા પર લોહીનો 3 થી 4 ફૂટ લાંબો લિસોટો પડી ગયો હતો. ગંભીર અકસ્માત સર્જાયા બાદ ડરના માર્યા બસનો ડ્રાઈવર અને કંડક્ટર બસમાં સવાર વિદ્યાર્થીઓને રઝળતા મૂકીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ યુવરાજ તરીકે થઈ છે.
પોલીસની કાર્યવાહી અને આગળની તપાસ
બનાવની જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એસ. પટેલે જણાવ્યું હતું કે, બપોરે 2:30 વાગ્યા આસપાસ શાસ્ત્રીનગર ચાર રસ્તા પહેલા સાઉથ ઢોંસાવાળી ગલી સામે ડીપીએસ સ્કૂલ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. એક્ટિવા ચાલકનું નામ યુવરાજ હોવાનું જાણવા મળ્યું છે અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું છે. હાલ આ અંગેની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
Tags
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...