અમદાવાદ: જગન્નાથ રથયાત્રા પર્વે AMTS ના 76 રૂટ ડાયવર્ટ કરાયા, 11 રૂટ બંધ રહેશે, વૈકલ્પિક વ્યવસ્થા જાહેર
અમદાવાદ શહેરમાં જગન્નાથજીની મી ભવ્ય રથયાત્રા આગામી તા.16-7 ને ગુરુવારના રોજ પરંપરાગત શ્રદ્ધા અને ધામધૂમથી નીકળનાર છે. રથયાત્રા શહેરના વિવિધ સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાંથી પસાર થવાની હોવાથી, કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે ચોક્કસ રસ્તાઓ બંધ કરવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને પ્રાઇવેટ ઓપરેટર્સની બસોના રૂટમાં મોટાપાયે ફેરફારો અને ડાયવર્ઝન આપવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ ડાયવર્ઝન રથયાત્રાના દિવસે એટલે કે ગુરુવારે સવારે 6.00 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી) અમલમાં રહેશે. મુસાફરોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.
જમાલપુર-ખમાસા-આસ્ટોડિયા દરવાજા માર્ગ
જ્યારે રથયાત્રાની શરૂઆતના સમયે જમાલપુરથી ખમાસા અને આસ્ટોડિયા દરવાજા તરફનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવશે, ત્યારે આ રૂટ પર દોડતી બસોના રૂટ નં. 14, 14/10, 14/1, 22 અને 22/1ની તમામ બસો આસ્ટોડિયા દરવાજાથી ડાયવર્ટ થઈને એસ.ટી. સ્ટેન્ડ, સરદાર બ્રિજ, પાલડી ચાર રસ્તા, વી.એસ. હોસ્પિટલ અને એલિસબ્રિજ થઈને લાલદરવાજા તરફ અવર-જવર કરશે.
ખમાસાથી આસ્ટોડિયા દરવાજા માર્ગ
આ વ્યસ્ત માર્ગ બંધ થવાની સ્થિતિમાં રૂટ નં. 13/1, 51/2, 74, 75, 102, તેમજ 32, 42, 72ની બસો લાલદરવાજા ટર્મિનસથી ઉપડીને એલિસબ્રિજ, પાલડી, સરદાર બ્રિજ અને એસ.ટી. સ્ટેન્ડ થઈને પોતાના નિયત સ્થળે આગળ વધશે.
કાલુપુરથી સારંગપુર માર્ગ
કોમર્શિયલ હબ ગણાતા કાલુપુરથી સારંગપુરનો માર્ગ જ્યારે બંધ હશે ત્યારે રૂટ નં. 17,28, 38 /3, 58, 88, 117,400 અને 500ની બસો સારંગપુરથી વાણિજ્ય ભવન, ન્યુ કોટન મિલ, રખિયાલ, નૂતન મિલ થઈ ચામુંડા બ્રિજ અને અસારવા થઈને સિવિલ હોસ્પિટલના અસલ રસ્તે દોડશે. (જ્યારે રૂટ નં. 39/3 અને ૫૮ ની બસો નૂતન મિલથી ડાયવર્ટ થઈ પોતાના અસલ રસ્તે જશે).
ગાંધીનગર અને ત્રાગડથી આવતી બસોનું આયોજન
ત્રાગડ કે અક્ષરધામ (ગાંધીનગર) થી લાંભા અથવા મણિનગર તરફ જતી લાંબા અંતરની બસો (રૂટ નં. 22,102) દિલ્હી દરવાજા સુધી પોતાના અસલ રસ્તે આવશે. ત્યાંથી આગળ વધવા માટે શાહપુર દરવાજા, ઇન્કમટેક્સ ચાર રસ્તા, નહેરૂ બ્રિજ, લાલદરવાજા, એલિસબ્રિજ, વી.એસ. હોસ્પિટલ, પાલડી અને સરદાર બ્રિજ થઈ જમાલપુર ચાર રસ્તા/એસ.ટી. સ્ટેન્ડથી પોતાના અસલ રૂટ પર આગળ ધપશે.
લાલદરવાજાથી મિરઝાપુર માર્ગ
રથયાત્રાના મધ્ય ભાગ દરમિયાન આ માર્ગ બંધ થતાં રૂટ નં. 31, 34/5,111 /2, 125 તેમજ 73, 73/1,74, 74/1, 75,2 ની બસો નહેરૂ બ્રિજ, ઇન્કમટેક્સ, દિલ્હી દરવાજા અને ઇદગા સર્કલ થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે.
કાલુપુર અને પ્રેમ દરવાજા માર્ગ
જ્યારે રથયાત્રા કાલુપુર સર્કલ અને પ્રેમ દરવાજા વિસ્તારમાં હશે ત્યારે આ માર્ગ બંધ કરાશે. આ સમયે અસારવા રેલ્વે સ્ટેશન/સારંગપુરથી ઉપડતી બસોનું સંચાલન દરિયાપુર દરવાજાથી કરવામાં આવશે. આ સ્થિતિમાં રૂટ નં. 69, 77, 79, 88, 89/2, ૮૯/૩,ની બસો દરિયાપુર દરવાજાથી ઇદગા, અસારવા ચકલા અને નૂતન મિલ થઈ રખિયાલ ચાર રસ્તા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
જમાલપુર ચાર રસ્તા બંધ થવાના કિસ્સામાં:
રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તે સમયે જમાલપુર ચાર રસ્તા બંધ થતાં રૂટ નં. 113 અને 112/1 ની બસો કલ્યાણજી આનંદજી, ભુલાભાઈ પાર્ક અને એસ.ટી. થઈને પોતાના અસલ રસ્તે અવર-જવર કરશે.
રેલ્વે મુસાફરોની સગવડ માટે ખાસ શટલ બસ સેવા
રથયાત્રા દરમિયાન બહારગામથી ટ્રેન દ્વારા આવતા અને કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જતા મુસાફરોને ટ્રાફિકમાં અટવાવું ન પડે તે માટે તંત્ર દ્વારા એક વિશેષ શટલ બસ સેવાનું આયોજન કરાયું છે. જે દર 15 થી 20 મિનિટના ટૂંકા અંતરે સતત ઉપલબ્ધ રહેશે. મુસાફરોને આર્થિક રાહત આપવા માટે દિલ્હી દરવાજાથી ડાયવર્ઝનના માર્ગે સારંગપુર સુધીનું ભાડું માત્ર રૂા. 5- જેવું ટોકન રાખવામાં આવ્યું છે.
નાગરિકોને સહકાર આપવા નમ્ર અપીલ
AMTS તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઉપરોક્ત જાહેર કરાયેલા રોડ ડાયવર્ઝન ઉપરાંત, રથયાત્રાના દિવસે ઓન-ગ્રાઉન્ડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિટી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જે તે સમયે જે પણ સુરક્ષા લક્ષી આકસ્મિક સૂચનાઓ આપવામાં આવશે, તે મુજબ બસોના રૂટમાં ઓન ધ સ્પોટ તાત્કાલિક ફેરફાર કે અમલ કરવામાં આવશે. અમદાવાદ શહેરના તમામ સન્માનનીય નાગરિકો અને રોજિંદા મુસાફરોને વિનંતી છે કે તેઓ આ વૈકલ્પિક વ્યવસ્થાની નોંધ લે અને જાહેર જનતાના વ્યાપક હિતમાં ટ્રાફિક પોલીસ તેમજ બસ સંચાલકોને પૂર્ણ સહકાર આપે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...