રથ નીકળે તે પહેલાં રસ્તા પર ઉતરી પોલીસ:: અમદાવાદ રથયાત્રાના માર્ગ પર પોલીસ એક્શનમાં, સરસપુર ખાતે મામેરાનું પણ રિહર્સલ કર્યું
અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા માટેની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી છે. સમગ્ર શહેર ભગવાન જગન્નાથજીના રંગે રંગાઈ ગયું છે ત્યારે આગામી 15 જુલાઈએ સોનાવેશના દર્શન, ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન, ગજરાજોની પૂજા તેમજ શહેર શાંતિ સમિતિની મુલાકાત જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંજના સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશેષ પૂજા અને આરતી કરવામાં આવશે, જે બાદ રાત્રે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌદરીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક રથયાત્રાના ઉત્સવ પૂર્વે 14 જુલાઈએ ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન જેવા કાર્યક્રમોની ભવ્યતા જોવા મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવશે.
સુરક્ષા વ્યવસ્થા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ
રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર અત્યંત સજ્જ બન્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે આ વર્ષે સુરક્ષાનું સ્તર અનેકગણું વધારવામાં આવ્યું છે અને રથયાત્રામાં 31000થી વધુ પોલીસ કર્મીઓનો વિશાળ બંદોબસ્ત તહેનાત રહેશે. સલામતીના ભાગરૂપે સમગ્ર રૂટ પર 3500થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ વર્ષે સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફેસ રેકોગ્નિશન સિસ્ટમ દ્વારા અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનરે પોતે રૂટ પર ચાલતા નીકળીને તમામ સંવેદનશીલ વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં પણ ખામીઓ જણાઈ ત્યાં તેને તાત્કાલિક દૂર કરવાના નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત ભીડ નિયંત્રણ માટે અદ્યતન ટેકનોલોજી અને 11 એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડની ટીમોને રથયાત્રાના રૂટ પર સ્ટેન્ડ-બાય રાખવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની કટોકટીમાં ત્વરિત પ્રતિસાદ આપી શકાય.
પરંપરાગત રિહર્સલ અને રથયાત્રાની તૈયારીઓ
રથયાત્રાના સુચારુ સંચાલન માટે મંદિરથી લઈને મોસાળ અને મોસાળથી નીજ મંદિર સુધીના રૂટ પર પોલીસ દ્વારા આજે 13 જુલાઈના રોજ સઘન રિહર્સલ કરવામાં આવ્યું હતું. મામેરુંનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેની સંપૂર્ણ પ્રક્રિયાનું રિહર્સલ પોલીસે કર્યું હતું જેથી રથયાત્રાના દિવસે કોઈ અવરોધ ન આવે. આ વર્ષે 16 જુલાઈના રોજ નીકળનારી મુખ્ય રથયાત્રા તેના પરંપરાગત માર્ગ પરથી જ પસાર થશે, જેને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તમામ મંજૂરીઓ મળી ચૂકી છે. શુભારંભના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથને ખેંચશે, જે વર્ષો જૂની પરંપરાનું પ્રતીક છે. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજો ચાલશે, જેની પાછળ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓની અંગકસરત, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાયેલા રહેશે, જે વાતાવરણને ભક્તિમય બનાવશે.
ભક્તિનો સાગર અને પ્રસાદનું વિતરણ
આ રથયાત્રા માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં દેશભરમાંથી અંદાજે 2500 જેટલા સાધુ-સંતો પણ સામેલ થશે, જેમાં હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રના સાધુ-સંતોનો સમાવેશ થાય છે. ભગવાનના રથને ખેંચવા માટે 1000થી 1200 ખલાસીઓ પોતાની સેવા અર્પણ કરશે. રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય અને રાસ-ગરબાના કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિના રંગમાં રંગી દેવામાં આવશે. ભક્તો માટે લાખોની સંખ્યામાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જેમાં 45000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 200000 ઉપેરણાંનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા મોસાળ સરસપુર ખાતે પણ સુરક્ષાનું સઘન આયોજન કરાયું છે અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ ફાઈનલ રિહર્સલ બાદ હવે સમગ્ર તંત્ર રથયાત્રાના સફળ આયોજન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. સમગ્ર શહેર ભક્તિમય બનીને આ પવિત્ર મહોત્સવની રાહ જોઈ રહ્યું છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...