Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

અમદાવાદ :: 149મી રથયાત્રા પહેલાં સાયબર ક્રાઇમની ચાંપતી નજર, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે થશે કડક કાર્યવાહી

અમદાવાદમાં આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક પોસ્ટ કે ધાર્મિક લાગણી દુભાવતી સામગ્રી ફેલાવવામાં ન આવે તે માટે સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.

DCP ડો. લવિના સિન્હા, સાયબર ક્રાઇમ અમદાવાદએ જણાવ્યું હતું કે રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખી રહી છે. આ કામગીરી માટે સાયબર ક્રાઇમની 3 વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દિવસ-રાત 24 કલાક સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરીમાં તૈનાત છે.

 

ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ સામે તાત્કાલિક કાર્યવાહી

સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એક્સ સહિતના વિવિધ માધ્યમો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી દુભાવતી, સમાજમાં તણાવ ઉભો કરતી અથવા ઉશ્કેરણીજનક પોસ્ટ, વીડિયો કે કોમેન્ટ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રા જેવા ધાર્મિક અને પરંપરાગત આયોજન દરમિયાન કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે અફવા ફેલાવવી નહીં. સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરતા પહેલા તેની ખરાઈ કરવી જરૂરી છે. કારણ કે ખોટી માહિતી ફેલાવવી, ઉશ્કેરણીજનક લખાણ કરવું અથવા આવા ગ્રુપ સાથે જોડાવું પણ ગુનાહિત પ્રવૃત્તિમાં આવે છે.

શાંતિપૂર્ણ રથયાત્રા માટે લોકોનો સહયોગ જરૂરી

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું છે કે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં, ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પૂર્ણ થાય તે માટે પોલીસ તમામ જરૂરી પગલાં લઈ રહી છે. જોકે આ સમગ્ર પ્રક્રિયામાં નાગરિકોનો સહયોગ પણ એટલો જ મહત્વનો છે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પોસ્ટ, અફવા ફેલાવતું કન્ટેન્ટ અથવા કોઈ વિવાદાસ્પદ ગ્રુપ અંગે માહિતી મળે તો તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવે. જેથી સમયસર કાર્યવાહી કરી શકાય અને રથયાત્રાનો માહોલ શાંતિપૂર્ણ જળવાઈ રહે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...