Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

ભારે હોબાળો અને પથ્થરમારો: સિદ્ધપુરની આશા સર્જીકલ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીથી 36 વર્ષીય યુવાનનું મોત થયાનો આક્ષેપ

સિદ્ધપુર શહેરમાં આવેલી આશા સર્જીકલ હોસ્પિટલમાં એપેન્ડિક્સની સારવાર માટે દાખલ થયેલા એક 36 વર્ષીય યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોએ ડૉક્ટર અને સ્ટાફ પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે હોસ્પિટલ પર પથ્થરમારાની ઘટના પણ બની હતી. જોકે, અંતે સામાજિક અગ્રણીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.

કેથેટર નાખતી વખતે અચાનક તબિયત લથડી

પ્રાપ્ત વિગતો અનુસાર, 36 વર્ષીય યોગેશ સોમાભાઈ જોષીને એપેન્ડિક્સની તકલીફ હોવાથી સિદ્ધપુરની આશા સર્જીકલ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, ઓપરેશન શરૂ કરતા પહેલા કેથેટર નાખવાની પ્રક્રિયા દરમિયાન યોગેશભાઈની તબિયત અચાનક બગડી ગઈ હતી. સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને તાત્કાલિક મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સારવાર દરમિયાન તેમનું કમનસીબ અવસાન થયું હતું.

મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર અને હોસ્પિટલ પર પથ્થરમારો

યોગેશભાઈના મોત બાદ જ્યારે તેમનો મૃતદેહ પરત સિદ્ધપુર લાવવામાં આવ્યો ત્યારે પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ ડૉક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ હોસ્પિટલ પર પથ્થરમારો કરતા કાચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

મારા પતિના મોત માટે ડૉક્ટર જવાબદાર છે

આ આઘાતજનક ઘટનાથી મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. યોગેશભાઈ પોતાની પાછળ પત્ની, 2 પુત્રીઓ અને 1 પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે. મૃતકની પત્નીએ સીધો આક્ષેપ કર્યો હતો કે ડૉ. રાજેશ આર. ભાર્ગવ અને હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીના કારણે જ તેમના પતિએ જીવ ગુમાવ્યો છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી હતી. તેમની મોટી પુત્રીએ પણ પિતાના મોત અંગે ન્યાય અપાવવા અપીલ કરી હતી.

બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આખરે સમાધાન

બનાવની ગંભીરતાને જોતા સમાજના અગ્રણીઓ અને તબીબો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રોષે ભરાયેલા પરિવારજનો સાથે લાંબી મંત્રણા કરી હતી. અંતે, યોગેશભાઈના ત્રણ નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વચ્ચે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. સમજાવટ બાદ પરિવારે વિરોધ સમેટી લીધો હતો અને મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી હતી.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...