Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ: હર્ષ સંઘવીએ કર્યું રૂટ નિરીક્ષણ, 16.5 કિમીના રૂટ પર સઘન પોલીસ બંદોબસ્ત અને AI ટેકનોલોજી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં યોજાનારી 149મી જગન્નાથજી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. રથયાત્રાના 16.5 કિલોમીટર લાંબા રૂટ પર પોલીસ, મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ ખડેપગે તૈનાત રહેશે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી અને ડ્રોનનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નેત્રોત્સવ અને રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભગવાન જગન્નાથના નેત્રોત્સવ અને ધ્વજારોહણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. ભગવાન જગન્નાથના ચરણોમાં નમન કરી આરતી કર્યા બાદ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રે દિવસ-રાત એક કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રૂટ નિરીક્ષણ દરમિયાન તમામ સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા ભવ્ય સ્વાગત બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

16 રેન્જમાં વહેંચાયો રૂટ, 65000 થી વધુ ફેસ રેકગ્નિશન ડેટા 

સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, ગજરાજથી લઈને રથ સુધીની યાત્રા 2.5 થી 3.5 કિમી લાંબી હોય છે અને કુલ રૂટ 16.5 કિમીનો છે. આ સમગ્ર રૂટને 16 રેન્જમાં વહેંચવામાં આવ્યો છે. સુરક્ષા માટે 10 IG, 42 DCP, 88 ACP અને 800 થી વધુ PI ને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત મિલિટરી અને પેરામિલિટરી ફોર્સની પણ મદદ લેવાઈ છે. શહેરમાં 59 નાકા પોઈન્ટ્સ કાર્યરત રહેશે. સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત 65000 થી વધુ ફેસ રેકગ્નિશન ડેટાનો ઉપયોગ કરવામાં આવશે અને 100 થી વધુ ડ્રોન મારફતે સમગ્ર રૂટ પર સતત સર્વેલન્સ રખાશે.

પોલીસની સામાજિક પહેલ અને નાગરિકોને અપીલ 

ગુજરાત અને અમદાવાદ પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતું સીમિત ન રહેતા સામાજિક એકતા માટે 'એકતા રેલી' અને ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા હકારાત્મક આયોજનો કર્યા છે. મૂંગા પ્રાણીઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગજરાજ (હાથીઓ) પર ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. ગજરાજ પસાર ન થાય ત્યાં સુધી રૂટ પર DJ ન વગાડવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

રથયાત્રાના પવિત્ર દિવસે વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે અને ત્યારબાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે રથયાત્રા નિહાળવા માટે કોઈ પણ જર્જરિત કે ભયજનક ઈમારતો પાસે ઉભા રહેવાનું ટાળવું જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...