Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી: 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી 16 જુલાઈ સુધીની નવી વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી આગામી 11 અને 12 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે. ત્યારબાદ 12 થી 16 જુલાઈ દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવાની ગતિવિધિ જળવાઈ રહેશે.

'સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ'ના કારણે માછીમારો માટે એલર્ટ

દરિયાકાંઠાના વિસ્તારોમાં મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે. સામાન્ય રીતે પવનની ગતિ 15 થી 20 નોટ્સ રહેશે, જે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. જોકે, દરિયામાં સર્જાયેલા 'સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ'ની સ્થિતિને ધ્યાનમાં રાખીને 11 અને 12 જુલાઈ માટે માછીમારોને એલર્ટ કરાયા છે. આ બે દિવસોમાં દરિયામાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે, જે મહત્તમ 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરાઈ છે.

રાજ્યમાં હાલ સરેરાશ કરતાં 13% ઓછો વરસાદ

ચોમાસાની વર્તમાન સ્થિતિના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 162.5 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 187.2 mm હોવો જોઈએ. આમ, હાલમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં ગુજરાત પર કોઈ મોટી વેધર સિસ્ટમ સક્રિય નથી. અગાઉ સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ હાલ ઉત્તર પ્રદેશના મધ્ય અને ઉત્તરીય ભાગો તરફ ફંટાઈ ગઈ છે, જ્યારે ટ્રફ લાઈન ગંગાનગર અને રોહતક થઈને પસાર થઈ રહી છે.

Comment / Reply From

You May Also Like

1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...

4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...

CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...

રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...

સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...

પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...

આજે  જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂ...