Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Dharmdarshan: પૂજામાં ભગવાની આરતી ઘડિયાળની દિશામાં જ કેમ ગોળ-ગોળ ફેરવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક અને જ્યોતિષીય રહસ્ય

ભગવાનની આરતી કરતી વખતે આપણા હાથ કુદરતી રીતે જ ઘડિયાળની દિશામાં (દક્ષિણાવર્ત - Clockwise) ગોળ-ગોળ ફરવા લાગે છે. શા માટે આરતી ઊંધી દિશામાં નથી કરવામાં આવતી? હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં દક્ષિણાવર્ત દિશાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણના કેદારખંડમાં આ વિશે ખૂબ જ વિગતવાર માહિતી આપવામાં આવી છે.

સ્કંદ પુરાણનો શ્લોક અને તેનો અર્થ

શાસ્ત્રોમાં દક્ષિણાવર્ત પ્રદક્ષિણા વિશે લખાયું છે:

દક્ષિણાવર્ત પ્રદક્ષિણં સર્વકાર્યેષુ સર્વદા।

દક્ષિણે સર્વસિદ્ધિઃ સ્યાતઃ વામે વિઘ્નઃ પ્રજાયતે॥

આ શ્લોકનો અર્થ છે કે તમામ શુભ કાર્યોમાં હંમેશા જમણી બાજુથી જ પ્રદક્ષિણા કરવી જોઈએ. જમણી બાજુથી પરિક્રમા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે ડાબી બાજુથી પરિક્રમા કરવાથી કાર્યોમાં વિઘ્નો આવે છે.

આરતી કરવાનો સાચો નિયમ

ભગવાન સામે દીપક અર્પિત કરીને તેને ફેરવવો એ પણ એક પ્રકારની પરિક્રમા જ છે. સ્કંદ પુરાણ અનુસાર આરતી કરવાની યોગ્ય પદ્ધતિ આ મુજબ છે:

  • સૌથી પહેલા ભગવાનના ચરણોમાં ૪ વાર દીપક ફેરવવો.

  • ત્યારબાદ નાભિ પાસે ૨ વાર દીપક ફેરવવો.

  • પછી મુખમંડળ પાસે ૧ વાર દીપક ફેરવવો.

  • અંતમાં ભગવાનના સંપૂર્ણ શરીર સમક્ષ ૭ વાર દીપક ફેરવવો.

દરેક વખતે દીપકને ઘડિયાળની દિશામાં જ ફેરવવો જોઈએ.

દક્ષિણાવર્ત આરતી કરવાના લાભો

સકારાત્મક ઊર્જા: ઘડિયાળની દિશામાં આરતી કરવાથી ભક્તની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે.

ઈશ્વર પ્રત્યે આદર: આ રીતે આરતી કરવાથી ઈષ્ટદેવની સન્માનપૂર્વક પ્રદક્ષિણા પણ થઈ જાય છે.

ઊર્જાનું સંતુલન: આ દિશા સૂર્ય, ગ્રહો અને કાલચક્રની ગતિ સમાન છે, જે શાસ્ત્રોમાં મંગળકારી માનવામાં આવી છે. આનાથી ભક્ત અને ભગવાન વચ્ચે ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે.

 

Comment / Reply From

You May Also Like

આકાશમાં 7 નહીં, છુપાયેલા છે ૮ તારા, જાણો સપ્તર્ષિ મંડળના એકમાત્ર મહિલા 'અરુંધતી'નું અદભુત રહસ્ય

Dharmdarshan: આકાશમાં 7 નહીં, છુપાયેલા છે ૮ તારા, જાણો સપ્તર્ષિ મંડળના એકમાત્ર મહિલા 'અરુંધતી'નું અદભુત રહસ્ય

હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં સપ્તર્ષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર સપ્તર્ષિઓને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. આકાશમાં ઉત્તર દ...

મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ પોતાના પુત્રોના હત્યારા અશ્વત્થામાને કેમ આપ્યું જીવનદાન? જાણો તેની પાછળનું રહસ્ય

Dharmdarshan: મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ પોતાના પુત્રોના હત્યારા અશ્વત્થામાને કેમ આપ્યું જીવનદાન? જાણો તેની પાછળનુ...

18 દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં ચાલેલા મહાભારતના મહાસંગ્રામમાં કૌરવોની હાર થઈ અને પાંડવોનો વિજય થયો. પરંતુ આ વિજયનો ઉત્સવ પાંડવો ક્યારેય મનાવી શક્યા નહી...

હિન્દુ ધર્મના 5 મહાન બાળ ભક્તો, જેમની નિશ્ચળ ભક્તિ આગળ ભગવાન પણ નતમસ્તક થયા

Dharmdarshan: હિન્દુ ધર્મના 5 મહાન બાળ ભક્તો, જેમની નિશ્ચળ ભક્તિ આગળ ભગવાન પણ નતમસ્તક થયા

હિન્દુ ધર્મગ્રંથો અને પૌરાણિક કથાઓમાં ભક્ત પ્રહલાદ ઉપરાંત પણ એવા અનેક અદભુત બાળ ભક્તોનું વર્ણન મળે છે, જેમની નિષ્ઠા, દ્રઢ સંકલ્પ અને અનન્ય ભક્તિ સામે સાક્ષા...

તીજની પૂજામાં કળશ સ્થાપના કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ૭ ભૂલો, જાણો સાચી વિધિ

Dharmdarshan: તીજની પૂજામાં કળશ સ્થાપના કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ૭ ભૂલો, જાણો સાચી વિધિ

૧૫ ઓગસ્ટના રોજ હરિયાળી તીજનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. પરિણિત મહિલાઓ માટે આ તહેવાર અત્યંત ખાસ હોય છે. પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે મહિ...

સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 17 ઓગસ્ટથી આ 4 રાશિઓને મળશે બમ્પર ધનલાભ

Dharmdarshan: સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 17 ઓગસ્ટથી આ 4 રાશિઓને મળશે બમ્પર ધનલાભ

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમા...

શ્રાવણ શિવરાત્રિ પર જલાભિષેક બાદ કાંવડિયાઓએ ક્યારે ખોલવું જોઈએ વ્રત? પરિવારના સભ્યોએ પણ પાળવા જોઈએ આ નિયમો

Dharmdarshan: શ્રાવણ શિવરાત્રિ પર જલાભિષેક બાદ કાંવડિયાઓએ ક્યારે ખોલવું જોઈએ વ્રત? પરિવારના સભ્યોએ પણ પાળવા જોઈએ આ...

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણની શરૂઆતથી લઈને શ્રાવણ શિવરાત્રિ સુધી ચાલતી કાંવડ યાત્રા શિવભક્તોની અગાધ આસ્થાનું પ...

પંજાબી લગ્નમાં 'વટના સેરેમની' શું હોય છે? હિન્દુ વિવાહની હળદર રસમથી કેવી રીતે છે અલગ?

Dharmdarshan: પંજાબી લગ્નમાં 'વટના સેરેમની' શું હોય છે? હિન્દુ વિવાહની હળદર રસમથી કેવી રીતે છે અલગ?

પંજાબી લગ્નો પોતાની અનંત મસ્તી, ઉત્સાહ અને રોનક માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પંજાબી વિવાહ પ્રસંગોમાં સ્વાદિષ્ટ વાનગીઓ, પરંપરા...

મહાભારતની દિશા બદલી નાખનારા દ્રૌપદીના 3 પ્રશ્નો કયા હતા? જાણો તેની પાછળનું રહસ્ય

Dharmdarshan: મહાભારતની દિશા બદલી નાખનારા દ્રૌપદીના 3 પ્રશ્નો કયા હતા? જાણો તેની પાછળનું રહસ્ય

મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીનું પાત્ર એક અત્યંત શક્તિશાળી અને આત્મસ્વાભિમાની સ્ત્રી તરીકે ઊભરી આવે છે. કુરુસભામાં ઉપસ્થિત તમામ મહાન યોદ્ધાઓ, રાજાઓ અને જ્ઞાનીઓ...