Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Dharmadarshan: આ 11 આદતોના કારણે થાય છે ભારે ધન હાનિ, જેમાંથી 3-4 કામ તો આપણે રોજ ભૂલથી કરીએ છીએ!

આપણે આપણા રોજિંદા જીવનમાં અવારનવાર એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેને જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં અત્યંત અશુભ માનવામાં આવી છે. આ કામ આપણે જાણીજોઈને નથી કરતા, પરંતુ તે આપણી અજાણતાની આદતોમાં સામેલ થઈ ગયા હોય છે. આ ભૂલોના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા (Negative Energy) પ્રવેશ કરે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ એવી ૧૧ આદતો વિશે, જેનો સીધો સંબંધ ધનની હાનિ સાથે છે.

પાણીનો બગાડ કરવો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જળનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે છે. બાથરૂમ કે રસોડામાં નળમાંથી પાણી ટપકવું અથવા બિનજરૂરી પાણીનો બગાડ કરવો અશુભ મનાય છે. આનાથી ઘરમાં આર્થિક અસંતુલન અને માનસિક તણાવ વધે છે.

સાવરણી (ઝાડુ) ને ખોટી રીતે રાખવી

સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેને ખુલ્લી જગ્યામાં રાખવી, ઉભી મૂકવી અથવા તેના પર ભૂલથી પણ પગ અડાડવો અશુભ ગણાય છે. આનાથી શુક્ર ગ્રહ નબળો પડે છે અને ધન સંબંધી મુશ્કેલીઓ વધે છે.

એંઠા વાસણ સિંકમાં છોડી દેવા

રાત્રે જમ્યા પછી રસોડાના સિંકમાં એંઠા વાસણો એમ જ છોડી દેવાની આદત ઘરમાં નકારાત્મકતા લાવે છે. આનાથી કુંડળીમાં ચંદ્ર અને શનિ દોષ વધે છે, જેના કારણે ઘરની પ્રગતિ અટકી જાય છે.

તૂટેલા વાસણો ઘરમાં રાખવા

ઘરમાં તૂટેલા, તિરાડવાળા કે ખંડિત વાસણો રાખવા વાસ્તુ અનુસાર નકારાત્મકતાની નિશાની છે. આનાથી રાહુનો પ્રભાવ વધે છે, જે આર્થિક કાર્યોમાં સતત અવરોધો ઊભા કરે છે.

બંધ ઘડિયાળ રાખવી

કબાટમાં કે દીવાલ પર બંધ કે ખરાબ ઘડિયાળ રાખવાથી જીવનની પ્રગતિ પણ થંભી જાય છે. જો કોઈ વ્યક્તિ હાથમાં બંધ ઘડિયાળ પહેરે છે, તો તેનાથી ધન કમાવાની સારી તકો હાથમાંથી સરી જાય છે.

મુખ્ય દ્વાર પર અંધારું રાખવું

ઘરનો મુખ્ય દરવાજો એ સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીજીના પ્રવેશનું સ્થાન છે. જો ત્યાં હંમેશા અંધારું રહેતું હોય તો સૂર્ય અને ગુરુના શુભ પ્રભાવો નબળા પડે છે, જેનાથી પરિવારમાં કલેશ અને તણાવ વધે છે.

છત પર કચરો કે ભંગાર જમા કરવો

ઘરની અગાસી કે છત પર નકામો સામાન અને ભંગાર એકઠો કરવાથી મોટો વાસ્તુદોષ લાગે છે. આનાથી રાહુ ભારે થાય છે અને પરિવારના સભ્યોની ઉન્નતિ અટકી જાય છે.

તુલસીના છોડનો અનાદર કરવો

તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની ઉપેક્ષા કરવી, છોડને સુકાવા દેવો કે તેની આસપાસ ગંદકી રાખવાથી ગુરુ અને શુક્રના શુભ ફળો મળતા બંધ થઈ જાય છે, જેનાથી ઘરમાં ગરીબી અને દેવું વધે છે.

પલંગ પર બેસીને જમવું

ઘણા લોકોને બેડરૂમમાં પલંગ (બિસ્તર) પર બેસીને ભોજન કરવાની આદત હોય છે. આનાથી રાહુનો અશુભ પ્રભાવ વધે છે, જે ઘરમાં આળસ, અવ્યવસ્થા અને આર્થિક અસ્થિરતા લાવે છે.

પૈસાનો ખોટો ઉપયોગ કરવો

જો તમારી પાસે પુષ્કળ ધન હોય તો તેનો સદઉપયોગ કરો કે દાન કરો. ધનનો દુરુપયોગ, ખોટી જગ્યાએ ઉડાઉપણું કે ફિઝૂલખર્ચી વ્યક્તિને રાતોરાત રોડ પર લાવી શકે છે. જ્યોતિષમાં તેને શુક્ર અને ગુરુ નબળા થવાનું લક્ષણ માનવામાં આવે છે.

અન્નનો બગાડ કરવો

અન્નને દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. થાળીમાં ભોજન છોડવું કે અન્નનો બગાડ કરવો પાપ ગણાય છે. આનાથી ગુરુ ગ્રહ ગુસ્સે ભરાય છે અને ઘરમાં અન્ન-ધનની અછત સર્જાય છે.

જો તમારામાં પણ ઉપર જણાવેલી ૧૧ આદતોમાંથી કોઈ પણ આદત હોય, તો ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે તેને આજે જ બદલી નાખો.

 

Comment / Reply From

You May Also Like

આકાશમાં 7 નહીં, છુપાયેલા છે ૮ તારા, જાણો સપ્તર્ષિ મંડળના એકમાત્ર મહિલા 'અરુંધતી'નું અદભુત રહસ્ય

Dharmdarshan: આકાશમાં 7 નહીં, છુપાયેલા છે ૮ તારા, જાણો સપ્તર્ષિ મંડળના એકમાત્ર મહિલા 'અરુંધતી'નું અદભુત રહસ્ય

હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં સપ્તર્ષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર સપ્તર્ષિઓને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. આકાશમાં ઉત્તર દ...

મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ પોતાના પુત્રોના હત્યારા અશ્વત્થામાને કેમ આપ્યું જીવનદાન? જાણો તેની પાછળનું રહસ્ય

Dharmdarshan: મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ પોતાના પુત્રોના હત્યારા અશ્વત્થામાને કેમ આપ્યું જીવનદાન? જાણો તેની પાછળનુ...

18 દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં ચાલેલા મહાભારતના મહાસંગ્રામમાં કૌરવોની હાર થઈ અને પાંડવોનો વિજય થયો. પરંતુ આ વિજયનો ઉત્સવ પાંડવો ક્યારેય મનાવી શક્યા નહી...

હિન્દુ ધર્મના 5 મહાન બાળ ભક્તો, જેમની નિશ્ચળ ભક્તિ આગળ ભગવાન પણ નતમસ્તક થયા

Dharmdarshan: હિન્દુ ધર્મના 5 મહાન બાળ ભક્તો, જેમની નિશ્ચળ ભક્તિ આગળ ભગવાન પણ નતમસ્તક થયા

હિન્દુ ધર્મગ્રંથો અને પૌરાણિક કથાઓમાં ભક્ત પ્રહલાદ ઉપરાંત પણ એવા અનેક અદભુત બાળ ભક્તોનું વર્ણન મળે છે, જેમની નિષ્ઠા, દ્રઢ સંકલ્પ અને અનન્ય ભક્તિ સામે સાક્ષા...

તીજની પૂજામાં કળશ સ્થાપના કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ૭ ભૂલો, જાણો સાચી વિધિ

Dharmdarshan: તીજની પૂજામાં કળશ સ્થાપના કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ૭ ભૂલો, જાણો સાચી વિધિ

૧૫ ઓગસ્ટના રોજ હરિયાળી તીજનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. પરિણિત મહિલાઓ માટે આ તહેવાર અત્યંત ખાસ હોય છે. પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે મહિ...

સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 17 ઓગસ્ટથી આ 4 રાશિઓને મળશે બમ્પર ધનલાભ

Dharmdarshan: સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 17 ઓગસ્ટથી આ 4 રાશિઓને મળશે બમ્પર ધનલાભ

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમા...

શ્રાવણ શિવરાત્રિ પર જલાભિષેક બાદ કાંવડિયાઓએ ક્યારે ખોલવું જોઈએ વ્રત? પરિવારના સભ્યોએ પણ પાળવા જોઈએ આ નિયમો

Dharmdarshan: શ્રાવણ શિવરાત્રિ પર જલાભિષેક બાદ કાંવડિયાઓએ ક્યારે ખોલવું જોઈએ વ્રત? પરિવારના સભ્યોએ પણ પાળવા જોઈએ આ...

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણની શરૂઆતથી લઈને શ્રાવણ શિવરાત્રિ સુધી ચાલતી કાંવડ યાત્રા શિવભક્તોની અગાધ આસ્થાનું પ...

પંજાબી લગ્નમાં 'વટના સેરેમની' શું હોય છે? હિન્દુ વિવાહની હળદર રસમથી કેવી રીતે છે અલગ?

Dharmdarshan: પંજાબી લગ્નમાં 'વટના સેરેમની' શું હોય છે? હિન્દુ વિવાહની હળદર રસમથી કેવી રીતે છે અલગ?

પંજાબી લગ્નો પોતાની અનંત મસ્તી, ઉત્સાહ અને રોનક માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પંજાબી વિવાહ પ્રસંગોમાં સ્વાદિષ્ટ વાનગીઓ, પરંપરા...

મહાભારતની દિશા બદલી નાખનારા દ્રૌપદીના 3 પ્રશ્નો કયા હતા? જાણો તેની પાછળનું રહસ્ય

Dharmdarshan: મહાભારતની દિશા બદલી નાખનારા દ્રૌપદીના 3 પ્રશ્નો કયા હતા? જાણો તેની પાછળનું રહસ્ય

મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીનું પાત્ર એક અત્યંત શક્તિશાળી અને આત્મસ્વાભિમાની સ્ત્રી તરીકે ઊભરી આવે છે. કુરુસભામાં ઉપસ્થિત તમામ મહાન યોદ્ધાઓ, રાજાઓ અને જ્ઞાનીઓ...