Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'મારી ગંદી ઓલાદ', બાદશાહના રોસ્ટ વીડિયો પર બોલ્યા યો યો હની સિંહ, ફરી શરૂ થશે વિવાદ?

બોલિવૂડ રેપર બાદશાહ અને યો યો હની સિંહ વચ્ચેનો જૂનો વિવાદ કોઈનાથી છૂપો નથી. બંને મ્યુઝિક આર્ટિસ્ટ અવારનવાર એકબીજા પર કટાક્ષ કરવાનો કોઈ મોકો છોડતા નથી. તાજેતરમાં સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સઝન ૨' માં બાદશાહની થયેલી રોસ્ટિંગ બાદ હની સિંહે ફરી એકવાર બાદશાહ પર નિશાન સાધ્યું છે, જેનાથી બંને વચ્ચે ફરી યુદ્ધ છેડાય તેવા સંકેત મળી રહ્યા છે.

સમય રૈનાના શોમાં બાદશાહ થયા રોસ્ટ

સમય રૈનાએ પોતાના શોના નવા એપિસોડમાં બાદશાહ, સૌરવ જોશી અને હર્ષ લિંબાચિયાને ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન સમય રૈનાએ બાદશાહની સામે 'બ્રાઉન રંગ' ગીત ગાઈને પોતાને હની સિંહનો મોટો ફેન ગણાવ્યો હતો અને બાદશાહને સ્ટેજ નેમ બાબતે રોસ્ટ કર્યા હતા. આ રોસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયો હતો.

હની સિંહની તીખી પ્રતિક્રિયા

શો દરમિયાન સમય રૈનાએ બાદશાહને તેમના સ્ટેજ નેમ 'બાદશાહ' પાછળની કહાની પૂછી હતી. બાદશાહે દાવો કર્યો હતો કે આ નામ તેમણે પોતે જ પસંદ કર્યું છે. આ ક્લિપ વાયરલ થતાં જ હની સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે વીડિયો શેર કરતાં લખ્યું- "મારી ગંદી ઓલાદ".

આ ઉપરાંત બાદશાહનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સ્વીકારી રહ્યા છે કે તેમનું નામ 'બાદશાહ' હની સિંહે જ રાખ્યું હતું. આ વીડિયો પર કોમેન્ટ કરતાં હની સિંહે લખ્યું, "મારી નાલાયક ઓલાદ". હની સિંહની આ તીખી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે.

ક્યારથી શરૂ થયો હતો આ વિવાદ?

ઉલ્લેખનીય છે કે હની સિંહ અને બાદશાહ એક સમયે 'માફિયા મુંડીર' નામના મ્યુઝિક ગ્રૂપનો ભાગ હતા. પરંતુ બાદમાં 'બ્રાઉન રંગ' ગીતના ક્રેડિટને લઈને બંને વચ્ચે મતભેદ થતાં તેઓ અલગ થઈ ગયા હતા. બાદશાહનો દાવો છે કે આ ગીત તેમણે લખ્યું હતું, જ્યારે હની સિંહ આ વાત સ્વીકારવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે હની સિંહના આ નિવેદન પર બાદશાહ શું પ્રતિક્રિયા આપે છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...