Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ બહુપ્રતિક્ષિત ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરે મિર્ઝાપુરની એ જ ગુનાખોરી અને ટશનથી ભરેલી દુનિયાની ઝલક ફરી એકવાર દર્શકો સમક્ષ રજૂ કરી છે.

ફિલ્મમાં સીરીઝની પહેલી સીઝનના તમામ લોકપ્રિય પાત્રો તો જોવા મળશે જ, પરંતુ આ વખતે કેટલાક નવા કલાકારોની પણ એન્ટ્રી થઈ છે. બોલિવૂડ અને ભોજપુરી સિનેમાના દાસ કલાકાર રવિ કિશન, મોહિત મલિક અને સુશાંત સિંહ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા નજરે પડશે.

રવિ કિશને ટ્રેલરમાં જમાવ્યો સિક્કો

ટ્રેલરમાં દરેક કલાકારે પોતપોતાનો અંદાજ બતાવ્યો છે, પરંતુ આ બધા વચ્ચે રવિ કિશને પોતાના થોડા સમયના સ્ક્રીન ટાઈમમાં જ આખી લાઈમલાઈટ ચોરી લીધી છે. પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ અને અલી ફઝલ જેવા દમદાર કલાકારોની હાજરી છતાં રવિ કિશને પોતાની આગવી ડાયલોગબાજીથી ટ્રેલરમાં જબરદસ્ત વજન ઊભું કર્યું છે. પહેલી ફ્રેમથી જ તેમની એક્ટિંગ અને સ્વેગ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવા છે.

'મીમ કિંગ' તરીકે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ

ઉલ્લેખનીય છે કે રવિ કિશન આજકાલ સોશિયલ મીડિયા પર 'મીમ કિંગ' તરીકે છવાયેલા છે. તેમના 'જલ્દી ધ લેટ' અને 'મની ફોલોઝ બ્રધર' જેવા નિવેદનો પર અસંખ્ય મીમ્સ બની રહ્યા છે. તેમનો દરેક અંદાજ, ડાન્સ અને નિવેદનો યુવાનોમાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે. આવામાં 'મિર્ઝાપુર ધ મુવી' ના ટ્રેલરમાં તેમણે જે ધમાકો કર્યો છે, તેનાથી તેમનો ક્રેઝ વધુ વધી ગયો છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મારી ગંદી ઓલાદ', બાદશાહના રોસ્ટ વીડિયો પર બોલ્યા યો યો હની સિંહ, ફરી શરૂ થશે વિવાદ?

Entertainment: 'મારી ગંદી ઓલાદ', બાદશાહના રોસ્ટ વીડિયો પર બોલ્યા યો યો હની સિંહ, ફરી શરૂ થશે વિવાદ?

બોલિવૂડ રેપર બાદશાહ અને યો યો હની સિંહ વચ્ચેનો જૂનો વિવાદ કોઈનાથી છૂપો નથી. બંને મ્યુઝિક આર્ટિસ્ટ અવારનવાર એકબીજા પર કટાક્ષ કરવાનો કોઈ મોકો છોડતા નથી. તાજેત...