Entertainment: રણબીર કપૂરની ‘રામાયણ’ ભરશે ગ્લોબલ ઉડાન! સોની પિક્ચર્સ સાથે ટાઈ-અપ, ભારતીય સિનેમાની સૌથી મોટી રિલીઝ બનવાની તૈયારી
રણબીર કપૂર સ્ટારર મચ-અવેટેડ ફિલ્મ 'રામાયણ' હવે થિયેટર્સમાં ધમાકો કરવા માટે લગભગ તૈયાર છે. મેકર્સ દ્વારા ફિલ્મનું ગ્લોબલ માર્કેટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં જ દિલ્હીમાં ખાસ પસંદગીના લોકો માટે એક એક્સક્લુઝિવ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજવામાં આવી હતી. જોકે, ફેન્સ હજુ પણ આ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અગાઉ ૨૪ જુલાઈએ ટ્રેલર રિલીઝ થવાનું હતું, પરંતુ નિર્માતા નમિત મલ્હોત્રાએ સેન ડિએગો કોમિક-કોન ૨૦૨૬માં જતાં પહેલાં જાહેરાત કરી હતી કે ટ્રેલર રિલીઝને થોડા દિવસો માટે પોસ્ટપોન કરવામાં આવ્યું છે અને તેને એક બહેતરીન ગ્લોબલ ડેટ પર રિલીઝ કરવામાં આવશે.
'સ્પાઈડરમેન' બનાવતી સોની પિક્ચર્સ સાથે ઐતિહાસિક ડીલ
'રામાયણ'ના ટ્રેલરમાં વિલંબ પાછળનું મુખ્ય અને મોટું કારણ એક ધમાકેદાર ગ્લોબલ ડીલ છે! મેકર્સે ફિલ્મ વિતરણ (Global Distribution) માટે હોલીવુડની દિગ્ગજ કંપની સોની પિક્ચર્સ (Sony Pictures) સાથે હાથ મિલાવ્યા છે. સોની પિક્ચર્સ એ જ બેનર છે જે સ્પાઈડરમેન ફ્રેન્ચાઈઝીની ફિલ્મો બનાવે છે.
આગામી સપ્તાહે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી 'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે' સાથે જ ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર પણ મોટા પડદા પર બતાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
૧૭૦થી વધુ દેશોમાં ગૂંજશે રામાયણનો નાદ!
સોની પિક્ચર્સ અને નમિત મલ્હોત્રા વચ્ચેની આ ડીલ ભારતીય સિનેમા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સોની પિક્ચર્સનું નેટવર્ક વિશ્વના ૧૭૦થી વધુ દેશોમાં ફેલાયેલું છે અને ૨૦ દેશોમાં તેમના પોતાના થિયેટર ડિસ્ટ્રિબ્યુશન ઓફિસો છે.
અમેરિકા, કેનેડા, જાપાન અને ખાસ કરીને ચીન જેવા દેશોમાં સોની પિક્ચર્સની મજબૂત પકડ છે. જો ચીનમાં 'રામાયણ'ને યોગ્ય રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો આઝાદી પછીની આ સૌથી મોટી ગ્લોબલ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની શકે છે. આ પહેલાં આમિર ખાનની 'દંગલ' ફિલ્મે ચીનમાં કમાણી કરીને ૨૦૦૦ કરોડનો આંકડો સ્પર્શ્યો હતો.
પઠાન અને વારાણસીને પણ પાછળ છોડશે?
અત્યાર સુધી હિંદી સિનેમામાં સૌથી મોટી ગ્લોબલ રિલીઝનો રેકોર્ડ શાહરૂખ ખાનની 'પઠાન'ના નામે છે, જેને ૧૦૦થી વધુ દેશોમાં ૨૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિવાય એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ 'વારાણસી' પણ ૧૨૦ દેશોમાં ૬૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થવાની ચર્ચા છે. પરંતુ સોની પિક્ચર્સના વિશાળ નેટવર્કને જોતાં રણબીરની 'રામાયણ' આ તમામ રેકોર્ડ તોડીને વર્લ્ડવાઈડ સૌથી મોટી સ્ક્રીન કાઉન્ટ મેળવશે.
દિવાળી પર રિલીઝ થશે પહેલો ભાગ
નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ગ્રાન્ડ 'રામાયણ' બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય કલાકારોની વાત કરીએ તો:
-
રામ: રણબીર કપૂર
-
સીતા: સાઈ પલ્લવી
-
રાવણ: યશ (કેજીએફ ફેમ)
-
હનુમાન: સની દેઓલ
-
લક્ષ્મણ: રવિ દુબે
આ મહાગાથાનો પહેલો ભાગ આ જ વર્ષે દિવાળીના પાવન અવસર પર સિનેમાઘરોમાં દસ્તક આપશે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...