Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી ટીકા થઈ રહી છે. ખાસ કરીને ત્યારે જ્યારે ફિલ્મના કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાની કંપની DNEG અત્યાર સુધીમાં ૮ વાર ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે. હવે આ ટ્રોલિંગ અને ટીકાઓ પર ફિલ્મની ટીમ એટલે કે રણબીર કપૂર, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને ડાયરેક્ટર નિતેશ તિવારીએ આકરો પલટવાર કર્યો છે.

જેઓ ગ્રાફિક્સ વિશે નથી જાણતા, તેઓ AI સમજે છે: રણબીર કપૂર

એક્ટર રણબીર કપૂરે 'કોલાઈડર' ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "ક્યારેક આ બહુ રમુજી લાગે છે. જે લોકો નથી જાણતા કે CG (કમ્પ્યુટર ગ્રાફિક્સ) કેવી રીતે બને છે, તેમને લાગે છે કે કોઈકે બસ AI નો ઉપયોગ કર્યો અને રિલીઝ કરી દીધું! જ્યારે આમાં કલાકારોની વર્ષોની મહેનત અને અસંખ્ય કલાકો લાગે છે. પ્રોજેક્ટની શરૂઆતથી જ નિતેશ સર અને નમિત સરને VFX કોલ્સ પર આકાશનો રંગ પણ પરફેક્ટ કરવા માટે મહેનત કરતા મેં જોયા છે. આજના સમયમાં દર્શકોને રિયલ લાગે તેવું CG બનાવવું બહુ મુશ્કેલ કામ છે."

ખરાબ કનેક્શનવાળા ફોન પર જોઈને જજ ન કરો: નમિત મલ્હોત્રા

ફિલ્મના કો-પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ વિઝ્યુઅલ ક્રિટિક્સ પર આકરા પ્રહારો કરતા કહ્યું, "અમે મોટા પડદાના ભવ્ય અનુભવ માટે લાખો ડોલર ખર્ચી રહ્યા છીએ. પછી લોકો તેને ખરાબ ઈન્ટરનેટ કનેક્શનવાળા સ્માર્ટફોન પર જુએ છે અને કહે છે કે આ સારું નથી! આજકાલ દરેક વ્યક્તિ સાઉન્ડ અને વિઝ્યુઅલનો ક્રિટિક બનવા માંગે છે, પણ તમે સાચો સાઉન્ડ સાંભળ્યો જ નથી અને સાચા વિઝ્યુઅલનો અનુભવ કર્યો જ નથી. અમારો આગ્રહ છે કે આ ફિલ્મને IMAX 3D માં મોટા પડદા પર જોઈને જ પોતાની રાય બનાવે."

નિષ્પક્ષતાથી મૂલ્યાંકન કરો: નિતેશ તિવારી

ડાયરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું કે તેમની ટીમ હજુ પણ VFX ને આખરી ઓપ આપી રહી છે. કેટલાક કટીંગ-એજ સીક્વન્સ પૂર્ણ કરવામાં અઢીથી ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. જ્યારે કોઈ માત્ર ખામીઓ શોધવા જ બેઠું હોય, ત્યારે બેસ્ટ પ્રયાસોને નજરઅંદાજ કરવામાં આવે છે અને નાની ભૂલને પણ મોટી કરીને બતાવવામાં આવે છે.

૮ વાર ઓસ્કાર જીતી ચૂકી છે નમિતની DNEG

નમિત મલ્હોત્રાની કંપની DNEG ક્રિસ્ટોફર નોલનની 'ઈન્સેપ્શન', 'ઈન્ટરસ્ટેલર', 'ટેનેટ' તેમજ 'ડ્યુન' અને 'બ્લેડ રનર 2049' જેવી વૈશ્વિક ફિલ્મો માટે ૮ વાર 'બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ' નો એકેડેમી (ઓસ્કાર) એવોર્ડ જીતી ચૂકી છે.

દિવાળી ૨૦૨૬ પર રિલીઝ થશે 'રામાયણમ્ પાર્ટ-1'

'પ્રાઈમ ફોકસ' અને સુપરસ્ટાર યશના 'મોન્સ્ટર માઈન્ડ વર્ક્સ' ના બેનર હેઠળ બનેલી 'રામાયણમ્ પાર્ટ ૧' આ વર્ષે ભારતમા દિવાળીના શુભ અવસરે ૦૮ નવેમ્બર ૨૦૨૬ ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી ૨૦૨૭ માં આવશે. ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ), સની દેઓલ (હનુમાન), અરુણ ગોવિલ (રાજા દશરથ) અને લારા દત્ત (કૈકેયી) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ વિશ્વભરમાં ૫૯,૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...

'મારી ગંદી ઓલાદ', બાદશાહના રોસ્ટ વીડિયો પર બોલ્યા યો યો હની સિંહ, ફરી શરૂ થશે વિવાદ?

Entertainment: 'મારી ગંદી ઓલાદ', બાદશાહના રોસ્ટ વીડિયો પર બોલ્યા યો યો હની સિંહ, ફરી શરૂ થશે વિવાદ?

બોલિવૂડ રેપર બાદશાહ અને યો યો હની સિંહ વચ્ચેનો જૂનો વિવાદ કોઈનાથી છૂપો નથી. બંને મ્યુઝિક આર્ટિસ્ટ અવારનવાર એકબીજા પર કટાક્ષ કરવાનો કોઈ મોકો છોડતા નથી. તાજેત...