Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 4000 કરોડની રામાયણનો ધમાકો! ૭૫ કરોડમાં વેચાયા ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ, બન્યો નવો રેકોર્ડ?

નમિત મલ્હોત્રાની ફિલ્મ 'રામાયણ' હિન્દી સિનેમામાં કમાણીના મામલે ઈતિહાસ રચશે કે નહીં, પરંતુ રિલીઝ પહેલા જ તેણે રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મે મ્યુઝિક રાઈટ્સ વેચવાના મામલે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. 'રામાયણ'ના મ્યુઝિક રાઈટ્સ ટી-સિરીઝે (T-Series) ૭૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે.

રામાયણની ઐતિહાસિક ડીલ!

પિંકવિલાના અહેવાલ મુજબ, 'રામાયણ' ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ માટે સોની મ્યુઝિક (Sony Music) અને ટી-સિરીઝ વચ્ચે હરાજી બોલાઈ હતી. જેમાં સોની મ્યુઝિકે ૭૦ કરોડ રૂપિયાની ઓફર મૂકી હતી, પરંતુ ટી-સિરીઝે ૭૫ કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવીને આ ડીલ પોતાના નામે કરી લીધી હતી. જોકે રિપોર્ટ્સનું માનીએ તો નમિત મલ્હોત્રા ૧૦૦ કરોડ રૂપિયાની મ્યુઝિક રાઈટ્સ ડીલ કરવા માંગતા હતા, છતાં ૭૫ કરોડ રૂપિયા પણ ભારતીય સિનેમાની ખૂબ જ વિરાટ મ્યુઝિક ડીલ માનવામાં આવે છે. જોકે, હજુ સુધી મેકર્સ તરફથી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પહેલાં હિન્દી સિનેમા તરફથી 'ધુરંધર દ રિવેન્જ' ફિલ્મે સૌથી મોંઘી મ્યુઝિક ડીલ સાઈન કરી હતી. ત્યારે પણ ટી-સિરીઝે ૫૪ કરોડ રૂપિયામાં મ્યુઝિક રાઈટ્સ ખરીદ્યા હતા. હવે રણબીર કપૂર સ્ટારર 'રામાયણ'ના મ્યુઝિક રાઈટ્સ પણ તેમની પાસે જ છે. રસપ્રદ વાત એ છે કે ટી-સિરીઝે ત્રણ વર્ષ પહેલાં 'આદિપુરુષ' પણ પ્રોડ્યુસ કરી હતી, જે રામાયણની વાર્તા પર આધારિત હતી પરંતુ તે સમયે તેને તીવ્ર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

સોની પિક્ચર્સ સાથે ગ્લોબલ કોલેબોરેશન

નમિત મલ્હોત્રા 'રામાયણ'ના ડિસ્ટ્રિબ્યુશનના મામલે પણ એક અનોખો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તેમણે 'સ્પાઈડરમેન' બનાવતી પ્રખ્યાત કંપની સોની પિક્ચર્સ સાથે હાથ મિલાવ્યા છે. સોની પિક્ચર્સ 'રામાયણ'ને વર્લ્ડવાઈડ રિલીઝ કરશે, જેથી દુનિયાના દરેક ખૂણે ફિલ્મને શ્રેષ્ઠ સ્ક્રીન્સ અને દર્શકો મળે. વધુમાં, 'રામાયણ' ફિલ્મનું ટ્રેલર હોલીવુડની સૌથી મોટી ફિલ્મોમાંથી એક 'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે' સાથે થીયેટરોમાં દર્શાવવામાં આવશે.

જો વાત કરીએ રામાયણના મ્યુઝિકની, તો ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાને હોલીવુડના દિગ્ગજ સંગીતકાર હંસ ઝિમર (Hans Zimmer) સાથે મળીને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો તૈયાર કર્યા છે. હંસ ઝિમર એ જ સંગીતકાર છે જેમણે વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. નિતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ અલ્ટીમેટ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...