Entertainment: 'ઓપરેશન સફેદ સાગર' ટીઝર: નેટફ્લિક્સ પર દેખાશે કારગિલનું હવાઈ યુદ્ધ, રુંવાડા ઉભા કરી દેશે કહાની
કારગિલ યુદ્ધના બહાદુર સૈનિકોની શૌર્યગાથાઓએ હંમેશા દેશવાસીઓના દિલ જીત્યા છે. હવે, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) વર્ષ ૧૯૯૯ના કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી એક અજાણી અને રોમાંચક કહાની 'ઓપરેશન સફેદ સાગર' (Operation Safed Sagar) વેબ સિરીઝ સ્વરૂપે લઈને આવી રહ્યું છે. મેકર્સે આ મિલિટરી ડ્રામા સિરીઝનું શાનદાર ટીઝર રિલીઝ કરી દીધું છે, જેમાં જીમી શેરગિલ, સિદ્ધાર્થ, મિહિર આહુજા અને અભય વર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
વાસ્તવિક ઘટના અને 'ગોલ્ડન એરોઝ સ્ક્વાડ્રન' પર આધારિત
શનિવારે રિલીઝ થયેલું આ ટીઝર દુનિયાના સૌથી ઊંચા પર્વતો પર લડાયેલા હવાઈ યુદ્ધની ઝલક દર્શાવે છે. આ સિરીઝ ભારતીય વાયુસેના (Indian Air Force) ના સૌથી પડકારજનક ઓપરેશન્સમાંથી એકથી પ્રેરિત છે. તેની વાર્તા ૧૯૯૯ના કારગિલ યુદ્ધ સમયની 'ગોલ્ડન એરોઝ સ્ક્વાડ્રન' ની અણકહી ગાથા રજૂ કરે છે.
ટીઝરમાં મિહિર આહુજા, અભય વર્મા અને તારુક રૈના ભારતના સૌથી યુવા એરફોર્સ પાઇલટ્સના રોલમાં છે, જેઓ કોઈ પણ ડર વગર ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હવાઈ જંગ લડવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે સિદ્ધાર્થ અને જીમી શેરગિલ સિનિયર ઓફિસર્સ તરીકે તેમને ગાઈડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટીઝર આવતાની સાથે જ ફેન્સના રુંવાડા ઉભા થઈ ગયા છે અને લોકો તેને જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે.
ક્યારે રિલીઝ થશે આ સિરીઝ?
ઓની સેનના નિર્દેશનમાં બનેલી આ હાઈ-બજેટ સિરીઝમાં સિદ્ધાર્થ, જીમી શેરગિલ અને અભય વર્મા ઉપરાંત દીયા મિર્ઝા, પ્રાજક્તા કોલી અને આદિલ હુસૈન જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ દેશભક્તિથી ભરપૂર સિરીઝ આગામી ૭ ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
પ્રોડ્યુસર્સે શેર કર્યો અનુભવ
આ શોના પ્રોડ્યુસર્સ અભિજીત સિંહ પરમાર અને મહેબૂબ પાલ સિંહ બરાડે જણાવ્યું કે, "આ સિરીઝ બનાવવાની પ્રેરણા અમને કો-ક્રિએટર કુશલ શ્રીવાસ્તવના ઈન્ડિયન એરફોર્સના અંગત અનુભવો પરથી મળી છે. ૧૬,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈ પર અને ૧૦૦થી વધુ લોકેશન્સ પર આ દુનિયાને ફરીથી આબેહૂબ પડદા પર કંડારવી ખૂબ મુશ્કેલ હતી. આ માત્ર યુદ્ધની નહીં, પરંતુ મિત્રતા, ત્યાગ, લીડરશીપ અને અઘરા નિર્ણયોની માનવીય વાર્તા છે."
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...