Entertainment: નેટફ્લિક્સના ઓફિસમાંથી ચોરાઈ નિકોલસ કેજની ફિલ્મ! પ્રોડ્યુસરે કર્યો ₹1000 કરોડથી વધુનો દાવો
હોલિવૂડ અને OTT જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ફિલ્મ પ્રોડ્યુસરે પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) વિરુદ્ધ કેલિફોર્નિયાની કોર્ટમાં કેસ દાખલ કરીને $૧૦૫ મિલિયન (આશરે ₹૧૦૦૧.૯૭ કરોડ) ના વળતરની માંગ કરી છે. પ્રોડ્યુસરનો આરોપ છે કે હોલિવૂડ અભિનેતા નિકોલસ કેજ અભિનીત તેમની રિલિઝ ન થયેલી ફિલ્મની માસ્ટર કોપી નેટફ્લિક્સના સ્ટુડિયોમાંથી ચોરી થઈ ગઈ છે.
૭ વર્ષની મહેનત અને ₹૪૨૯ કરોડનું બજેટ
પ્રોડ્યુસર સાઈમન અફ્રામના વકીલોના જણાવ્યા અનુસાર, બીજા વિશ્વયુદ્ધ પર આધારિત 'ફોર્ટિટ્યુડ' (Fortitude) નામની આ ફિલ્મને બનતા ૭ વર્ષ લાગ્યા હતા અને તેમાં $૪૫ મિલિયન (આશરે ₹૪૨૯.૪૧ કરોડ) થી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. પ્રોડ્યુસર્સે નેટફ્લિક્સને વેચવાના હેતુથી ફિલ્મની એક અનએનક્રિપ્ટેડ માસ્ટર હાર્ડ ડ્રાઈવ સોંપી હતી. જોકે, તેના થોડા દિવસો બાદ નેટફ્લિક્સ તરફથી ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની ઓફિસના ડેસ્ક પરથી આ હાર્ડ ડ્રાઈવ ચોરાઈ ગઈ છે.
પ્રોડ્યુસર્સનો દાવો: ફિલ્મની વેલ્યુ શૂન્ય થઈ ગઈ
પ્રોડ્યુસર્સે કોર્ટમાં દલીલ કરી છે કે હાર્ડ ડ્રાઈવ ચોરાઈ જવાના કારણે ફિલ્મ લીક થવાનો અને પાયરસી સાઈટ્સ પર મફતમાં ઉપલબ્ધ થવાનો ભય ઊભો થયો છે. હવે કોઈ પણ ખરીદદાર કે ડિસ્ટ્રિબ્યુટર આ ફિલ્મ ખરીદવા કે તેના માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા રોકવા તૈયાર થશે નહીં. નેટફ્લિક્સની બેદરકારીના કારણે ફિલ્મનું ભવિષ્ય અને તેની કિંમત સંપૂર્ણપણે નાશ પામી છે.
નેટફ્લિક્સે આરોપો નકાર્યા
આ કાનૂની કાર્યવાહીના જવાબમાં નેટફ્લિક્સે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું છે કે તેઓ કન્ટેન્ટની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને ચોરીની તપાસમાં મદદ કરી રહ્યા છે. નેટફ્લિક્સે દાવો કર્યો હતો કે ફિલ્મના નિર્માતાઓ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને માત્ર પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કંપની આ પ્રકારના અયોગ્ય દાવાઓને સ્વીકારશે નહીં.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...