Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'સભ્ય સમાજમાં આ ચલાવી ન લેવાય...': ત્રિશા કૃષ્ણન-વિજય વિવાદમાં કંગના રનૌતની એન્ટ્રી, ઉધયનિધિ સ્ટેલિનની કસ્ટડી પર આપ્યું નિવેદન

સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પર કથિત રીતે અશ્લીલ ટિપ્પણી કરવાના મામલે તમિલનાડુ પોલીસ દ્વારા વિપક્ષી નેતા ઉધયનિધિ સ્ટેલિનની અટકાયત કરવામાં આવી હતી. એક જાહેર સભા દરમિયાન ઉધયનિધિએ ત્રિશા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના આધારે તમિલનાડુના અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી TVK એ પોલીસ અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ સમગ્ર વિવાદમાં બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની પ્રતિક્રિયા સામે આવી છે.

કંગના રનૌતે ઉધયનિધિની કસ્ટડી પર શું કહ્યું?

પોતાના બોલ્ડ નિવેદનો માટે જાણીતી કંગના રનૌતે આ મામલે ત્રિશા કૃષ્ણન અને વિજયનું સમર્થન કર્યું છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું: "જાહેરમાં ગંદી ગાળો આપવી, દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરવો અને અશ્લીલ જોક્સ મારવા એ કોઈપણ સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી. આ અપરાધ માટે સ્ટેલિનને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ભલે તેઓ જામીન પર બહાર આવી ગયા હોય, પરંતુ આ એક સારો દાખલો બેસાડે છે."

બીજી તરફ, કસ્ટડી દરમિયાન ઉધયનિધિ સ્ટેલિનને જ્યારે પોલીસ વાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આ બધું તેમને રમુજી લાગે છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે પોતાના નિવેદનમાં કોઈનું નામ લીધું ન હતું અને તેઓ પરિણામ ભોગવવા તૈયાર છે.

શું છે સમગ્ર ત્રિશા કૃષ્ણન-સ્ટેલિન વિવાદ?

કાાવેરી જળ વિવાદ અંગે વાત કરતી વખતે ઉધયનિધિએ કહ્યું હતું કે મુખ્યમંત્રી આ મુદ્દે મૌન છે. આ દરમિયાન સભામાંથી કોઈએ અભિનેત્રી ત્રિશાનું નામ લીધું, જેના પર ઉધયનિધિએ હસીને કાવેરી અને અભિનેત્રી વિશે અશોભનીય ટિપ્પણી કરી હતી, જેનાથી મોટો વિવાદ ઊભો થયો હતો.

દરમિયાન, મદ્રાસ હાઈકોર્ટે પોલીસને પૂછપરછ પૂર્ણ કર્યા બાદ ઉધયનિધિ સ્ટેલિનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તમિલનાડુના એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે સરકારનો હેતુ માત્ર મહિલાઓના હિતોનું રક્ષણ કરવાનો છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...