Entertainment: સનગ્લાસ પહેરીને કરી મહાદેવની પૂજા, શિવલિંગ સાથે ભૂમિ પેડનેકરે આપ્યા પોઝ, યુઝર્સ ભડક્યા
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હાલમાં જ શ્રાવણ મહિનાની શરૂઆતમાં એક શિવ મંદિરે દર્શન કરવા પહોંચી હતી, પરંતુ ત્યાંથી શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ તેને ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિરમાં પૂજા-અર્ચના કરતી વખતે પણ સનગ્લાસ (ચશ્મા) પહેરી રાખવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સ તેનાથી ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે.
વાસ્તવમાં ભૂમિ પેડનેકરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ મંદિર યાત્રાની કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. આ ફોટામાં તે શિવલિંગ પર જળાભિષેક કરતી અને પૂરી શ્રદ્ધા સાથે હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી રહી છે.
યુઝર્સ થયા નારાજ
એક્ટ્રેસ શ્રાવણ માસમાં ભગવાન શિવના આશીર્વાદ લેવા પહોંચી હતી, પરંતુ તેની આ પોસ્ટ લાઈવ થતાં જ લોકોની નજર તેના ચશ્મા પર પડી હતી અને જોતજોતામાં ભક્તિથી ભરેલી આ પોસ્ટ ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ હતી. તસવીરો સામે આવતા જ કોમેન્ટ સેક્શનમાં યુઝર્સની તીખી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.
લોકોનું કહેવું હતું કે ધાર્મિક સ્થળ પર પૂજા કરતી વખતે આવી ફેશન એક્સેસરીઝ પહેરવાથી બચવું જોઈએ. એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા લખ્યું, 'શું તમે સનગ્લાસ ઉતારીને પૂજા નહોતા કરી શકતા?' તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, 'મેં તો આજ સુધી ક્યારેય કોઈને ગોગલ્સ પહેરીને ભગવાનની પૂજા કરતા નથી જોયા.' બીજા એક શખ્સે પૂછ્યું, 'તમે મંદિરમાં ભગવાનની ભક્તિ કરી રહ્યા છો કે ફોટોશૂટ કરાવી રહ્યા છો?'
ઓનલાઈન થઈ રહેલા આ વિવાદ અને સતત ટીકાઓ છતાં ભૂમિ પેડનેકરે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેણે ટ્રોલ્સની કોમેન્ટ્સ પર સંપૂર્ણ મૌન સેવી લીધું છે.
આસામ પૂર રાહત માટે અપીલ કરી હતી
મંદિરે ગયાના થોડા દિવસો પહેલા જ ભૂમિએ આસામમાં આવેલા વિનાશક પૂર અંગે જાગૃતિ ફેલાવવા માટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોની તસવીરો અને વીડિયો શેર કરીને તેણે પોતાના ફોલોઅર્સને મદદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભૂમિ તાજેતરમાં પ્રાઇમ વિડીયોની ક્રાઇમ થ્રિલર સિરીઝ 'દલદલ'માં જોવા મળી હતી. આ શોમાં તેણે ડીસીપી રીટા ફેરેરાની ભૂમિકા ભજવી છે, જે એક સિરિયલ કિલરની તપાસ કરી રહી છે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...