Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'મેં 1000થી વધુ ઈંજેક્શન લીધા, શરીરનો શેપ બદલાઈ ગયો', તેજસ્વિની કોલ્હાપુરેએ વર્ણવી IVFની દર્દનાક આપવીતી

મોડલ અને એક્ટ્રેસ તેજસ્વિની કોલ્હાપુરેએ પ્રથમ વખત IVF (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયા દરમિયાન સહન કરેલી તકલીફો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. પદ્મિની કોલ્હાપુરેની નાની બહેન અને શ્રદ્ધા કપૂર તથા સિદ્ધાંત કપૂરની માસી તેજસ્વિનીએ જણાવ્યું કે માતા બનવાની તેમની સફર બિલકુલ આસાન નહોતી. તેમણે કહ્યું કે IVF દરમિયાન તેમને શારીરિક અને માનસિક એમ બંને રીતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તે તેમના જીવનનો સૌથી કઠિન તબક્કો હતો.

સિદ્ધાર્થ કન્નન સાથેના પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે તેજસ્વિનીએ ખુલાસો કર્યો કે તેમણે એક-બે નહીં પરંતુ પાંચ વખત IVF કરાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા અત્યંત દર્દનાક હોય છે અને દરેક વખતે ક્લિનિક જઈને ઈંજેક્શન લેવા આસાન નથી હોતા. તેમણે મહિલાઓને સલાહ આપી કે જો શક્ય હોય તો 35 વર્ષની ઉંમર પહેલા જ ફેમિલી પ્લાનિંગ કરી લેવું જોઈએ.

'મેં ખૂબ સહન કર્યું, IVF ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે'

તેજસ્વિનીએ પોતાની દર્દનાક સફર વિશે વાત કરતા કહ્યું કે, "મેં પાંચ વખત IVF કરાવ્યું. હું આ વિશે ખુલ્લેઆમ વાત કરું છું. આ દરમિયાન મેં ઘણું સહન કર્યું છે. IVF ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે. પહેલો અને બીજો તબક્કો ખૂબ કઠિન હોય છે, જ્યારે ત્રીજો, ચોથો અને પાંચમો તબક્કો સામાન્ય બની જાય છે. ક્લિનિક જવા અને ઈંજેક્શન લેવા માટે માનસિક રીતે ખૂબ જ મજબૂત થવું પડે છે. મેં જીવનમાં ખૂબ મોડેથી બાળક લાવવાનો નિર્ણય લીધો હતો, તેથી મારી સલાહ છે કે કૃપા કરીને 35 વર્ષની ઉંમર પહેલા બાળક પેદા કરી લો."

'મેં 1000થી પણ વધુ ઈંજેક્શન લીધા'

તેજસ્વિનીએ આગળ ઉમેર્યું કે, "આ પ્રક્રિયાની મારા પર શારીરિક અને માનસિક રીતે ખૂબ જ ખરાબ અસર પડી હતી. હું ત્યારે જેવી હતી અને અત્યારે જેવી છું, તેમાં ઘણો તફાવત આવી ગયો છે. માનસિક રીતે હું પહેલા કરતા વધુ મજબૂત બની છું, પરંતુ શારીરિક રીતે આટલા બધા ઈંજેક્શનને કારણે મારા શરીરનો આકાર જ બદલાઈ ગયો છે. મેં 1000થી વધુ ઈંજેક્શન લીધા હતા. જો તમારી પ્રેગ્નેન્સી પોઝિટિવ આવે તો ઈંજેક્શન બંધ થઈ જાય છે, પરંતુ મારી સાથે એવું ન થયું. પાંચમી વાતે હું લકી રહી. આ દરમિયાન મારે બે વાર મિસકેરેજ (ગર્ભપાત) પણ સહન કરવું પડ્યું હતું, જેનાથી માણસ માનસિક રીતે ભાંગી પડે છે."

લગ્નના આઠ વર્ષ પછી થઈ દીકરી

ઉલ્લેખનીય છે કે તેજસ્વિનીના લગ્ન ફિલ્મ પ્રોડ્યુસર અને એક્ટર પંકજ સારસ્વત સાથે થયા છે. લગ્નના લગભગ આઠ વર્ષ બાદ 30 જાન્યુઆરી 2015ના રોજ તેમની દીકરી વેદિકાનો જન્મ થયો હતો. તેજસ્વિની એક જાણીતા ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેઓ પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હાપુરેના નાની બહેન છે. શિવાંગીના લગ્ન બોલીવુડ એક્ટર શક્તિ કપૂર સાથે થયા છે, જેથી તેજસ્વિની સંબંધમાં શ્રદ્ધા કપૂર અને સિદ્ધાંત કપૂરના માસી થાય છે. તેમણે 'મુઝે ચાંદ ચાહિયે' સીરિયલથી કરિયરની શરૂઆત કરી હતી અને 'રાવણ', 'અગ્લી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...