Entertainment: ભારતમાં 'Spider-Man Brand New Day'નો જબરદસ્ત ક્રેઝ: માત્ર 3 દિવસમાં બોક્સ ઓફિસ પર રચ્યો નવો ઈતિહાસ
ટૉમ હોલેન્ડની નવી ફિલ્મ 'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે' તેના નામની જેમ જ ભારતીય બોક્સ ઓફિસ પર દરરોજ એક નવો રિકોર્ડ બનાવી રહી છે. માર્વલ સિનેમેટિક યુનિવર્સ (MCU)ની આ સુપરહીરો ફિલ્મે ભારતીય થિયેટરોમાં કમાણીના તમામ જૂના આંકડાઓને ધ્વસ્ત કરી દીધા છે.
થિયેટરોમાં સ્પાઈડરમેનનો દબદબો
ભારતીય થિયેટરોમાં આ સમયે સ્પાઈડરમેનનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. આ વર્ષે રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મોમાં આ સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ રહી છે, જેની સામે અન્ય કોઈ હિન્દી કે સ્થાનિક ફિલ્મો ટકી શકતી નથી. દેશભરમાં આ ફિલ્મના આશરે ૧૭,૦૦૦ જેટલા શૉ ચાલી રહ્યા છે અને મોટાભાગના શૉમાં સરેરાશ ૭૦% જેટલી ઓક્યુપન્સી નોંધાઈ રહી છે.
નોંધનીય છે કે, 'સ્પાઈડરમેન ૪' એ પહેલા જ દિવસે ભારતમાં ₹૬૦ કરોડનું નેટ ઓપનિંગ કરીને 'એવેન્જર્સ એન્ડગેમ' જેવી મોટી ફિલ્મોના રિકોર્ડ તોડી નાખ્યા હતા. બીજા દિવસે વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મે ૧૦૦ કરોડનો આંકડો વટાવી લીધો હતો.
3 દિવસમાં 150 કરોડ પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ
સૅકનિલ્ક (Sacnilk)ના રિપોર્ટ અનુસાર, શનિવારે (ત્રીજા દિવસે) આ ફિલ્મના કલેક્શનમાં ૩૫%નો ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે શનિવારે ₹૬૬.૭૫ કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જેની સાથે જ ભારતમાં આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹૧૭૬.૭૦ કરોડ સુધી પહોંચી ગયું છે.
આ સાથે જ 'સ્પાઈડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે' ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી ઝડપી ૧૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પહેલી હોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. જે ઝડપથી ફિલ્મ કમાણી કરી રહી છે તે જોતાં પ્રથમ વિકએન્ડ પૂરો થતાં સુધીમાં આ ફિલ્મ 'સ્પાઈડરમેન: નો વે હોમ'નો રિકોર્ડ પણ સરળતાથી તોડી દેશે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...