Entertainment: એક તરફ સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, બીજી તરફ ઋત્વિક રોશન અને કુશા કપિલાનું છાત્રો માટે છલકાયું દર્દ
જ્યાં એક તરફ ૨૦ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની (Sonam Wangchuk) તબિયત બગડતા દિલ્હી પોલીસ તેમને હોસ્પિટલ લઈ ગઈ છે, તો બીજી તરફ બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કુશા કપિલા તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ દિલ્હીના જંતર-મંતર પરથી પોલીસે અન્ય પ્રદર્શનકારીઓને પણ હટાવવાનું શરૂ કરી દીધું છે, જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચુક નીટ (NEET) પેપર લીક અને અન્ય પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા છે.
'સુપર 30' ના શૂટિંગ દરમિયાન મેં વિદ્યાર્થીઓનો આઘાત અનુભવ્યો હતો: ઋત્વિક રોશન
અભિનેતા ઋત્વિક રોશને (Hrithik Roshan) પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સોનમ વાંગચુકનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં વાંગચુક વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવવા અપીલ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરતા ઋત્વિકે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
ઋત્વિકે લખ્યું કે, "આ વાત એકદમ સાચી લાગે છે. વિદ્યાર્થીઓ કયા ગંભીર માનસિક આઘાત (Trauma) માંથી પસાર થાય છે અને શું સહન કરે છે, તે મેં ત્યારે નજીકથી જાણ્યું જ્યારે મેં મારી એક ફિલ્મમાં શિક્ષકની ભૂમિકા ભજવી હતી."
અત્રે ઉલ્લેખનીય છે કે ઋત્વિક રોશને બ્લોકબસ્ટર ફિલ્મ 'સુપર 30' (Super 30) માં પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને શિક્ષક આનંદ કુમારનું પાત્ર ભજવ્યું હતું.
એક શિક્ષણ સુધારકનો જીવ જોખમમાં છે, વિદ્યાર્થીઓનું સાંભળો: કુશા કપિલા
અભિનેત્રી અને ઇન્ફ્લુએન્સર કુશા કપિલાએ (Kusha Kapila) પણ સોનમ વાંગચુકના આંદોલન પર પ્રતિક્રિયા આપતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "સોનમ વાંગચુકનો આ વિરોધ આપણને યાદ અપાવે છે કે આપણા વિદ્યાર્થીઓની ચિંતાઓને સાંભળવી જ પડશે. તેઓ દેખીતી રીતે પરેશાન છે અને એક શિક્ષણ સુધારકનો જીવ દાવ પર લાગ્યો છે. આપણા વિદ્યાર્થીઓ એક એવી શિક્ષણ પ્રણાલીના હકદાર છે જેના પર તેઓ ભરોસો કરી શકે. આ દેશના યુવાનોની સામૂહિક માનસિક શાંતિ અને સ્વાસ્થ્યથી મોટું બીજું શું હોઈ શકે?"
વાંગચુકનું ૯.૫ કિલો વજન ઘટ્યું, સફદરજંગ હોસ્પિટલમાં દાખલ
શનિવાર, ૧૮ જુલાઈના રોજ સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો ૨૧મો દિવસ હતો. સતત અન્નનો ત્યાગ કરવાના કારણે તેમનું વજન ૯.૫ કિલો જેટલું ઘટી ગયું છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ કરાયેલી જનહિત અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડે તો તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે. આ આદેશ બાદ દિલ્હી પોલીસે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જો કે, વાંગચુકને લઈ ગયા બાદ જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું છે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...