Entertainment: ‘જો ડર ગયા, વો મર ગયા’, સલમાન ખાને વહેલી સવારે 3 વાગ્યે કરી પોસ્ટ, જિમમાંથી મસ્ક્યુલર બોડી બતાવી
બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાને પોતાની લેટેસ્ટ જિમ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. શનિવારે વહેલી સવારે આશરે ૩ વાગ્યે શર્ટલેસ થઈને વર્કઆઉટ પછીની તસવીરો શેર કરતાં સલમાને પોતાના મસ્ક્યુલર એપ્સ અને બાઈસેપ્સ ફ્લોન્ટ કર્યા છે. જોકે, બોડી કરતાં પણ વધુ ચર્ચા આ તસવીરો સાથે લખેલા તેમના ક્રિપ્ટિક કેપ્શનની થઈ રહી છે, જેને ટ્રોલર્સ અને વિવેચકો માટે કડક જવાબ માનવામાં આવી રહ્યો છે.
શોલે ફિલ્મનો ડાયલોગ કર્યો શેર
પોતાની વર્કઆઉટ વિથ ફિટનેસ બોડી વાળી તસવીરો શેર કરતા સલમાન ખાને લખ્યું, "સલમાન ખાન ડરી ગયો... હંઅઅઅ, જો ડર ગયા, વો મર ગયા."
ઉલ્લેખનીય છે કે, 'જો ડર ગયા, વો મર ગયા' એ ૧૯૭૫ની પ્રખ્યાત ફિલ્મ 'શોલે'નો આઈકોનિક ડાયલોગ છે, જે સલમાન ખાનના પિતા સલીમ ખાન અને જાવેદ અખ્તર (સલીમ-જાવેદ)ની જોડીએ લખ્યો હતો.
ટ્રોલિંગનો સણસણતો જવાબ?
હાલમાં જ દેશમાં ચાલી રહેલા સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ અને CJP પ્રોટેસ્ટ તેમજ સોનમ વાંગચુકના ઉપવાસને લઈને સલમાન ખાને ટ્વિટ કર્યું હતું. સલમાને સોનમ વાંગચુકને અનશન તોડવાની અપીલ કરતા લખ્યું હતું કે, "સોનમ, થઈ ગયું બ્રો, હવે આને વધારે ન ખેંચો."
આ ટ્વિટ બાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર સલમાન ખાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું અને દાવો કર્યો હતો કે સલમાન 'ડરી ગયો છે'. આ જ કારણસર વહેલી સવારે જીમમાંથી તસવીરો મૂકીને તેમણે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હોવાનું માનવામાં આવે છે.
આગામી પ્રોજેક્ટ્સ
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ ભારતના સૌથી ચર્ચિત રિયાલિટી શો 'બિગ બોસ ૨૦'ના હોસ્ટ તરીકે વાપસી કરવા માટે સજ્જ છે. આ સિવાય ચાહકો તેમની ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેઓ ડિરેક્ટર વામશી પેઈડીપલ્લીની એક એક્શન-ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે સાઉથ લેડી સુપરસ્ટાર નયનતારા જોવા મળશે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...