Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'પેપર લીક પછી મારી બધી ખુશીઓ છોડવી પડી હતી', માનુષી છિલ્લરે સંભળાવી 2015ના સંઘર્ષની કથા

'મિસ વર્લ્ડ ૨૦૧૭'નો તાજ જીતનારી અને બોલીવુડ અભિનેત્રી માનુષી છિલ્લર આજે ગ્લેમર વર્લ્ડનું જાણીતું નામ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે માનુષી એક્ટ્રેસ બનતા પહેલા મેડિકલનો અભ્યાસ કરતી હતી અને તેનું સપનું ડોક્ટર બનવાનું હતું. તાજેતરમાં સોહા અલી ખાનના યુટ્યુબ ટોક શો 'ઓલ અબાઉટ હર'માં માનુષી છિલ્લરે પોતાના જીવનના એ તબક્કા વિશે વાત કરી, જ્યારે ૨૦૧૫માં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામનું પેપર લીક થયું હતું અને તેના કારણે તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

'પેપર લીકના કારણે મારી દુનિયા સીમિત થઈ ગઈ હતી'

પોતાનો અનુભવ શેર કરતા માનુષીએ જણાવ્યું કે, "પેપર લીક થયા બાદ પરીક્ષા ફરીથી લેવાઈ, જેના કારણે એક આખું વર્ષ મારે મારી તમામ ખુશીઓ બાજુ પર મૂકવી પડી હતી. હું એક પ્રોફેસનલ કુચિપુડી ડાન્સર હતી અને મને પેઇન્ટિંગ કરવાનો તથા મિત્રો સાથે ફરવાનો શોખ હતો. પરંતુ પરીક્ષાની તૈયારી માટે મેં આ બધું જ છોડી દીધું. આખું વર્ષ માત્ર અભ્યાસ, કોચિંગ અને પુસ્તકો જ મારું કેન્દ્ર રહ્યા. મારી દુનિયા ખૂબ જ સીમિત થઈ ગઈ હતી."

'માતા-પિતાના સપોર્ટથી મુશ્કેલ તબક્કો પાર કર્યો'

માનુષીએ ઉમેર્યું કે, "મહિનાઓની સખત મહેનત પછી જ્યારે અચાનક ખબર પડે કે હજુ ૪૫ દિવસ ફરી મહેનત કરવી પડશે, ત્યારે મન થાકી જાય છે. મારે એવા બાળકો સાથે મુલાકાત થઈ હતી જેમના માતા-પિતાએ કોચિંગ માટે કરજ લીધું હતું. હું નસીબદાર હતી કે મને મારા પરિવારનો પૂરો સપોર્ટ મળ્યો. મારા માતા-પિતા પણ ડોક્ટર છે અને તેમણે મને માનસિક રીતે મજબૂત રાખી."

મેડિકલ કોલેજથી બોલીવુડ સુધીની સફર

મેડિકલ અભ્યાસ દરમિયાન બર્નઆઉટ અનુભવ્યા બાદ તેના જીવનમાં મોટો વળાંક આવ્યો. મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષીએ ૨૦૨૨માં અક્ષય કુમાર સાથે 'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', 'બડે મિયાં છોટે મિયાં' અને 'ઓપરેશન વેલેન્ટાઈન' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...