Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: કરિશ્મા તન્ના નવજાત પુત્રને ઘરે લાવી, હોસ્પિટલ બહાર બાળકની પહેલી ઝલક જોઈને ટ્રોલર્સે કર્યા સવાલ

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરાના ઘરે ખુશીનો માહોલ છે. ૨૯ જુલાઈએ આ કપલે તેમના પહેલા બાળકના રૂપમાં પુત્રનું સ્વાગત કર્યું હતું. શનિવારે, ૧ ઓગસ્ટે કરિશ્માને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે પતિ અને નવજાત શિશુ સાથે પોતાના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી. જોકે, બાળકની પહેલી ઝલક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને તેડીને લાવવાની રીત પર સવાલો ઉઠાવ્યા છે.

હોસ્પિટલ બહાર નવજાત પુત્ર સાથે દેખાયું કપલ

પેપરાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, વરુણ બંગેરા અને કરિશ્મા તન્નાએ તેમના બાળકના મુખને છુપાવીને રાખ્યું હતું. વરુણ નવજાત શિશુને ખાસ 'બેબી કેરીઅર' (બાસ્કેટ)માં લઈને જતો જોવા મળ્યો હતો. ચાહકોએ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ખુશીમાં સહભાગી થયા હતા.

બાળકની સંભાળ રાખવાની રીત પર લોકો કેમ ભડક્યા?

જોકે, વરુણ દ્વારા બાળકને પકડવાની આ રીત સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવી ન હતી. વીડિયો વાયરલ થતાં જ લોકોએ કમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

એક યુઝરે લખ્યું, "આ નાનું બાળક છે કે કોઈ શોપિંગનો સામાન?" જ્યારે બીજા યુઝરે સવાલ કર્યો, "નવજાત બાળકને આ રીતે બાસ્કેટમાં કેમ પકડ્યું છે? બાળકની પહેલી મુલાકાતમાં આ રીતે લઈ જવું યોગ્ય નથી." લોકોનું માનવું હતું કે નાના બાળકને પ્રેમથી ખોળામાં તેડવું જોઈતું હતું.

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જન્મ્યો 'નાનો મહેમાન'

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા અને વરુણે ગુરુપૂર્ણિમાના ખાસ દિવસે પોતાના પુત્રનું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું હતું કે, "ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જન્મ થયો... અમારો સૌથી મોટો આશીર્વાદ અમારી સાથે છે. અમારી દુનિયામાં તારું સ્વાગત છે."

કરિશ્મા અને વરુણના લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૨માં થયા હતા. હવે કરિશ્મા ટૂંક સમયમાં જ ફિલ્મ 'મોમ ૨'માં ખુશી કપૂર સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...