Entertainment: લગ્નના 4 વર્ષ પછી માતા-પિતા બન્યા કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા, ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરે આવ્યો નાનો મહેમાન
લગ્નના ચાર વર્ષ બાદ અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna) અને વરુણ બંગેરા (Varun Bangera)ના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. કરિશ્માએ ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર પોતાના ચાહકો સાથે શેર કર્યા છે.
સોશિયલ મીડિયા પર કરિશ્માએ એક ખાસ નોટ શેર કરતા લખ્યું, 'ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જન્મ થયો... અમારા સૌથી મોટા આશીર્વાદ અમારી વચ્ચે છે. ૨૯ જુલાઈ ૨૦૨૬. અમારી દુનિયામાં તમારું સ્વાગત છે, નાના મહેમાન. કરિશ્મા અને વરુણ.'
અનેક સેલેબ્સે દંપતીને આપ્યા અભિનંદન
આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. અનેક ચાહકો અને સેલેબ્સ આ નવા માતા-પિતા પર પ્રેમ અને આશીર્વાદ વરસાવી રહ્યા છે. ખુશી કપૂર, અંજલિ આનંદ, સોનલ ચૌહાણ, અનુષ્કા રંજન, વામિકા ગબ્બી અને અન્ય અભિનેત્રીઓએ કરિશ્મા અને વરુણને આ ખાસ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.
કરિશ્માએ ૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ સમાચાર આવ્યા બાદથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. હવે તેમની જિંદગીના આ નવા ચેપ્ટરને લઈને કપલની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તાજેતરમાં જ કરિશ્માએ મેટરનિટી ફોટોશૂટની તસવીરો પણ શેર કરી હતી, જે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વર્ષ ૨૦૨૨માં થયા હતા લગ્ન
કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ મુંબઈમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા, જેમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થયા હતા. કરિશ્માએ વર્ષ ૨૦૦૧માં ટીવી સિરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'થી ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે હંસલ મહેતાની વેબ સીરિઝ 'સ્કૂપ'માં જોવા મળી હતી, જે ૨૦૨૩માં રિલીઝ થઈ હતી.
કરિશ્માએ આ શ્રેણીમાં પત્રકાર જાગૃતિ પાઠકની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર પૂર્વ પત્રકાર જિગ્ના વોરા પર આધારિત હતું.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...