Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: અસમ પૂર પીડિતોની મદદે આવ્યું બોલિવૂડ, સલમાન ખાન બનાવી રહ્યા છે 'આશિયાના'; અનુપમ ખેરે દાન કર્યા ૫ લાખ

અસમમાં હાલમાં પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ત્યાં પૂરના લીધે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ વિનાશક સંકટના સમયે બોલિવૂડ કલાકારો અસમના પૂર પીડિતોની મદદે આગળ આવ્યા છે. અનેક સિતારાઓ રાહત કાર્યોમાં મદદ કરી રહ્યા છે તો કેટલાક સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ કરવાની અપીલ કરી રહ્યા છે.

અનુપમ ખેરે ૫ લાખ રૂપિયાનું કર્યું દાન

અભિનેતા અનુપમ ખેરે પૂરથી પ્રભાવિત થયેલા પરિવારોને સમર્થન આપતા અસમના મુખ્યામંત્રી રાહત ફંડમાં ૫ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, "પૂરના દ્રશ્યો જોઈને મને ભારે દુઃખ થઈ રહ્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજનો અને ઘરો ગુમાવ્યા છે. જો આપણે બધા ભેગા મળીને પોતાની ક્ષમતા મુજબ મદદ કરીએ તો પીડિતો માટે જીવન થોડું સરળ બની શકે છે."

સલમાન ખાનનું 'આશિયાના' મિશન

અનુપમ ખેર ઉપરાંત સલમાન ખાને પણ પોતાના ફાઉન્ડેશન અને લોકલ ફેન ક્લબ સાથે મળીને મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને 'ગ્લોબલ સિખ્સ' સાથે મળીને 'આશિયાના' નામનો એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પૂરના કારણે જે લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તેમને સુરક્ષિત આશ્રય પૂરો પાડવાનો છે.

રણદીપ હૂડા અને કાર્તિક આર્યન સહિતના કલાકારોની મદદ

અભિનેતા રણદીપ હૂડા પોતે અસમ પહોંચીને એનજીઓ સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર રાહત કાર્યોમાં જોડાયા છે. જ્યારે કાર્તિક આર્યને મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય આમીર ખાન, ભૂમિ પેડનેકર, આયુષ્યમાન ખુરાના, અર્જુન કપૂર, રોહિત શેટ્ટી અને સોનુ નિગમ જેવા અનેક બોલિવૂડ સિતારાઓએ પણ અસમ પૂર પીડિતો માટે આર્થિક અને સાધન સામગ્રીની સહાય કરી છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...