Entertainment: 'બિગ બોસ 20'નો ફર્સ્ટ લુક જાહેર; સલમાન ખાન સાથે આ પૂર્વ ક્રિકેટર બનશે હોસ્ટ!
ઓટીટી પ્લેટફોર્મ પર ભલે અનેક રિયાલિટી શો દર્શકોનું મનોરંજન કરી રહ્યા હોય, પરંતુ સુપરસ્ટાર સલમાન ખાનના મોસ્ટ પોપ્યુલર અને વિવાદાસ્પદ શો 'બિગ બોસ' (Bigg Boss) માટે દર્શકોમાં જે ક્રેઝ જોવા મળે છે તેની સરખામણી અન્ય કોઈ શો સાથે થઈ શકે નહીં.
૧૯ સફળ સિઝન પૂરી કર્યા બાદ હવે મેકર્સે અધિકૃત રીતે ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ સિઝન 20' (Bigg Boss Season 20) ની જાહેરાત કરી દીધી છે. ટીવી સ્ક્રીન પર પોતાના ૨ દાયકા (૨૦ વર્ષ) પૂરા કરવા જઈ રહેલા આ શોનો નવો 'આઈ લોગો' (Eye Logo) પણ મેકર્સે રિલીઝ કરી દીધો છે, જેને જોઈને ફેન્સનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
જિઓ-હોટસ્ટાર અને કલર્સ પર થશે સ્ટ્રીમ
શોના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી બિગ બોસ ૨૦નો મલ્ટીકલર આઈ લોગો શેર કરતા લખવામાં આવ્યું કે, "૨ દાયકા પછી પણ... હજુ પણ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બિગ બોસની આંખ! બિગ બોસ 20 ટૂંક સમયમાં આવી રહ્યું છે જિઓ-હોટસ્ટાર અને કલર્સ ટીવી પર."
મેકર્સે હજુ સુધી પ્રીમિયર ડેટ કે થીમ અંગે ખુલાસો કર્યો નથી, પરંતુ અહેવાલો મુજબ હિન્દી એડિશનની હોસ્ટિંગની કમાન ફરી એકવાર સલમાન ખાન જ સંભાળશે. આ વખતે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી – એમ તમામ ૬ પ્રાદેશિક વર્ઝન એકસાથે સપ્ટેમ્બર ૨૦૨૬ માં પ્રીમિયર કરવામાં આવશે.
દિગ્ગજ હોસ્ટ્સની યાદી: પૂર્વ ભારતીય કેપ્ટન કરશે ડેબ્યૂ
| ભાષા/એડિશન | શો હોસ્ટ કરનાર સેલિબ્રિટી |
| હિન્દી | સલમાન ખાન |
| તમિલ | વિજય સેતુપતિ ('મહારાજા' ફેમ) |
| કન્નડ | કિચ્ચા સુદીપ |
| મલયાલમ | મોહનલાલ |
| બંગાળી | સૌરવ ગાંગુલી (ઈતિહાસમાં પહેલીવાર કોઈ ક્રિકેટર હોસ્ટ કરશે) |
રેકોર્ડબ્રેક વ્યુઅરશિપ બાદ મોટો નિર્ણય
મેકર્સ દ્વારા આટલા મોટાપાયે તૈયારી કરવાનો નિર્ણય ગત સિઝનની અભૂતપૂર્વ સફળતાને જોઈને લેવામાં આવ્યો છે. આંકડાઓ અનુસાર, વિતેલા વર્ષે તમામ ભાષાઓ મળીને બિગ બોસને ૫૦૦ મિલિયનથી વધુ વ્યુઅર્સ મળ્યા હતા અને શોને રેકોર્ડબ્રેક ૪૩૮ બિલિયન વ્યુઝ હાંસલ થયા હતા.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...